________________
- શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત –
ગુજરાતનો જય’
જ હીના શાહ
Jસાહિત્યરસિક શ્રી હીનાબહેને પ્રસ્તુત લેખમાં શ્રી ઝવેરચંદ મેઘાણીની નવલકથા ગુજરાતનો જયનો જન્મ કેવી રીતે થયો તેની અપ્રગટ બાબતોને
સવિસ્તર જણાવીને આ નવલકથાનો પરિચય કરાવેલ છે. – સં.] ગુજરાતની ધરતી પર અનેક કવિઓ, શાયરો, સાહિત્યકારો થઈ ગયા, જેમણે લોકભાષામાં જે સાહિત્ય લખ્યું છે તે અમર થઈ ગયું છે. આજે પણ જ્યારે આપણે સાહિત્યકાર તરીકે કોણ આવે? તે વિચારીએ તો તેમાં સ્નેહરશ્મિ, કનૈયાલાલ માણેકલાલ મુનશી, ધૂમકેતુ, ઝવેરચંદ મેઘાણી આદિ અનેક નામો યાદ આવી જાય. આ બધા જ સાહિત્યકારોએ બહુ જ ઊંચી ગુણવત્તાનું સાહિત્ય જગત સમક્ષ મૂક્યું છે. તેમાં પણ ઝવેરચંદ મેઘાણીએ તો ન ફક્ત નવલકથા લખી છે, પરંતુ જીવનચરિત્ર – જેમાં સોરઠના સંતો પણ આવી જાય અને રાજા અકબર પણ આવી જાય અને દયાનંદ સરસ્વતી પણ આવી જાય. તે ઉપરાંત નવલિકાઓ, કવિતાઓ, નાટકો, લોથા, લોકગીત, લોકસાહિત્યનાં સંશોધન, વિવેચન, પ્રકીર્ણ, શાયરી અને પત્રકારત્વ. સાહિત્યનું એક પણ પાસું તેમણે બાકી નથી રાખ્યું. આવી ઝળહળતી સફળતા અને બહુમુખી પ્રતિભા ધરાવનાર ઝવેરચંદ મેઘાણી વિશે પણ અનેક લેખકોએ પોતાના અભિપ્રાય આપ્યા છે.
ઝવેરચંદ મેઘાણીએ “અંકલ ટોમ્સ કેબિન', “એન્ડ ક્લાયેટ ક્લોઝ ધ ડોન, ઓલ ક્લાયેટ ઓન ધ વેસ્ટર્ન ફ્રન્ટ', કહ્ન જેવી સુપ્રસિદ્ધ કૃતિઓની ચર્ચા કરી છે. ટોલર, બાયરન, પુશ્કિન, બર્નાડ શો, બીથોવન, સમરસેટ મોમ, રશ્કિન જેવા વિદેશી કલાકારો અને દ્વિરેન્દ્રનાથ ટાગોર, શરદબાબુ, સુભદ્રાદેવી, મૈથિલીશરણ ગુપ્ત જેવા ભારતીય નામાંકિત સર્જકો તેમની કલમ પર આવી ગયા છે. એ સમયમાં લગભગ અનન્ય ગણી શકાય તેવી ફિલ્મીકળાને સમજવાનો પણ તેમણે પ્રયાસ કર્યો છે. ચાર્લી ચેપ્લિનની ‘સિટી લાઈટ્સ' કે “મોડર્ન ટાઈમ્સ' જેવી સુવિખ્યાત ફિલ્મોની ચર્ચા કરી છે. તો આર્થિક કારણસર દિક્ષા લેતી યુવતીને દીક્ષા લીધા બાદ પરિવારની યાદ આવે છે એ ફિલ્મ કેડલ સોંગ' પર પણ તેમણે વિવેચન કરતા કહ્યું છે કે ધાર્મિક લાગણી દૂભવવાની ધાક છૂપી છરીઓ લઈ આ દેશમાં
૧૨૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો