________________
મુનિશ્રીએ અહીં અથાગ પરિશ્રમ લીધો છે. સત્યાર્થપ્રકાશના ચૌદમા સમુલ્લાસમાં દેખો જૈનીઓકા ગપ્પા' એમ કહી કહીને જૈન ધર્મીઓ ઉપર ગાળોનો વ૨સાદ વરસાવ્યો છે. છતાં સૌમ્યભાવને જરા પણ ઓછો કર્યા વગર મુનિશ્રીએ જુદીજુદી યુક્તિઓથી જવાબ વાળ્યો છે, જેનું વાંચન કરીને આજે પણ આર્ય સમાજીઓને ચૂપ કરી શકાય છે. આવા જ મુનિઓ જૈનશાસનના પ્રભાવક બને છે.
મુનિશ્રીએ હિંદી ભાષામાં ‘હી ઔર ભી’ વેદાંત વિચાર, અવિદ્યાંધકાર, માર્તંડ જેવા ગ્રંથો લખ્યા છે. ‘મૂર્તિમંડન’ નામનો ગ્રંથ સહુ પ્રથમ ઉર્દૂ ભાષામાં ૨ચ્યો પછી હિંદી ભાષામાં રચ્યો. પ્રભુમૂર્તિના વિરોધીઓને પણ મૂર્તિને માનવાની આ ગ્રંથમાં ફરજ પડે છે.
આમ સૂરીશ્વરજીએ અનેકાનેક ગ્રંથની રચના કરી છે. એમના જમાનામાં ઉપસ્થિત થતી ચર્ચાઓના શાસ્ત્રીય પાઠોથી, ન્યાયથી, યુક્તિથી જવાબો વાળ્યા છે. જે એમના સમયમાં ‘વર્તમાન પત્રો’ ૫૨થી જાણવા મળે છે.
મુનીશ્વરે જે સાહિત્યસર્જન કર્યું છે તે સાહિત્યકાર થવા નહિ, તેમ પ્રખ્યાત લેખક થવા પણ નહિ; પણ જિનશાસનની સેવા કરવા, સરસ્વતીના પૂજારી થવા, ગુરુદેવનું ઋણ ફેડવા. આથી જ તેઓ હંમેશાં દરરોજ એક નવીન સંસ્કૃત શ્લોકની રચના કરતા. આ શ્રુતોપાસના જીવનના અંતિમ દિન સુધી અવિરત ચાલી છે.
મુનિશ્રીની સાહિત્યોપાસના ઉર્દૂ ભાષાથી આરંભાઈ, હિંદી ભાષા, ગુર્જરી ભાષાને સ્પર્શી દેવવાણી (સંસ્કૃત)માં વિકાસ પામી.
આજે મુનિ લબ્ધિવિજ્યજી નથી કે નથી આચાર્યદેવ લબ્ધિસૂરીશ્વરજી મહારાજ. છતાં તેમનો સાક્ષરદેહ શાશ્વત રૂપે આપણી પાસે છે. સાહિત્યના ઉપાસકોને આયુષ્યની મર્યાદા આડે આવે છે પણ તેના સાહિત્યને નહિ. તેનું સાહિત્ય અજર અમર છે.
‘અમર રહો મુનિશ્વરનો શબ્દ દેહ’
શાશ્વત રહો સરસ્વતી પુત્રનો વાવૈભવ.’
કવિ કુલ કિરીટ :
પૂ. આચાર્ય મહારાજ એક ખ્યાતનામ કવિ હતા. પૂજ્યશ્રીએ આધુનિક યુવક સમાજ ઉપર આધુનિક ઢબે સ્તવનોની રચના કરીને મહાન ઉપકાર કર્યો છે. શાસ્ત્રોમાં આઠ પ્રભાવક ગણાવ્યા છે આઠ પ્રભાવકમાં કવિ પણ પ્રભાવક ગણાય છે. તાર્કિક શિરોમણિ પૂ. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરીશ્વરજી એ વિક્રમાદિત્યની રાજસભામાં જે ગૌરવવંતુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું એ પ્રભાવ હતો કવિત્વશક્તિનો. પૂ. શ્રી બપ્પભટ્ટ સૂરીશ્વરજીએ કવિત્વશક્તિથી શ્રી આમરાજાને પ્રભાવિત કર્યાં હતા. કવિને શાસનપ્રભાવક ગણવાનું કારણ એ કે તે પોતાની અનોખી કાવ્યશક્તિ દ્વારા હજારો હૈયાને ડોલાવી શકે છે અને શાસનના અનુરાગી બનાવે છે. જે જનતા સિનેમાના અશ્લીલ અને શૃંગારિક ગીતો જ્યાં ત્યાં લલકારતી
કવિ કુલકિરીટ પૂ. આ. શ્રી લબ્ધિસૂરીશ્વરજી મહારાજ + ૧૧૧