________________
દેહ તંબુરો સાત ધાતુનો, રચના તેની લેશ બની, ઇડા પિંગળા અને સુષષ્ણા, નાડીની શોભા અજબ ઘણી.
જ્યાં જ્યાં વિભૂતિ આપની, ત્યાં પ્રાણ મારા પાથરું, તુજ પ્રેમથી અશ્રુ ઝરે એ, એ અશ્રુનો સાગર કરું.
*
*
*
અમો ઉસ્તાદના ચેલા, ફકીરી વેશમાં ફરતા, નથી દુનિયા તણી પરવા, અલખની ધૂનમાં રહેતા, ગાવીશું હૃદયની ગુફ, ધ્રુજાવીશું વિકલ્પોને, ગાવીશું ચિદાત્માને, નથી લેવું નથી દેવું,
ભયે હમ આતમ મસ્ત દવાના દુનિયા કી નહિ હમકુ પરવા ભી સબ ળ નાટક માના
આ પંક્તિઓ નીચે કર્તા તરીકે પૂ. બુદ્ધિસાગરજી નામ ન લખાયું હોત તો વાચક એમ જ સમજે કે આ પંક્તિઓ અવધૂત આનંદઘનજી અથવા કવિ કલાપીની હશે.
ઊંચી અને ઊર્ધ્વગામી કવિતા કલાથી વિભૂષિત આ કવિપ્રતિભાએ ૩000થી વધુ કાવ્યો લખ્યાં હશે. એમનાં ભજનો, સ્તવનોની પુસ્તિકાની લગભગ સોળ સોળ આવૃત્તિ થઈ છે. જે ગુજરાતી કવિતાક્ષેત્રે નોંધનીય ઘટના છે. થોડી વધુ પંક્તિઓ આસ્વાદીએ.
જ્યાં જ્યાં પ્રભુજી શોધિયા, પણ પ્રભુજી પાસ, આનંદ જ્યાં તે જાણીએ, રાખી અને વિશ્વાસ પ્રેમ વિના પ્રભુજી નથી, કરો ઉપાય હજાર, મરજીવો પ્રભુને મળે, બીજા ખાવે માર, નિર્મલ ચિત્ત થયા વિના, ઈશ્વર ના દેખાય, કોટિ ઉપાય કરો કદી, કાક ન ધોળો થાય.
નથી લેવું નથી દેવું, નથી પરવા અમીરીની, બુધ્યબ્ધિની ફકીરીમાં, અમીરી બાદશાહીની.
*
*
*
૯૨ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો