________________
કરે છે કે આપણે આ સંસાર છોડી દીક્ષા લઈએ અને સાધુઓએ વિહાર કર્યો તો છુપાઈને તેની પાછળ ગયા. રામપરા ગામે પહોંચ્યા ત્યારે મહારાજે તેમને જોતા પૂછયું કે માતાપિતાને કહીને આવ્યા છો ? તો કહે, ના. વડીલને બોલાવી લીધા. વડીલો સાથે જવાની બંનેએ ના પાડી. મહારાજશ્રીએ સમજાવી કહ્યું કે વડીલો પાસેથી પ્રેમપૂર્વક સંમતિ લેશું પછી દીક્ષા આપશું ને પાછા ગયા.
પછી પિતાજીનું અવસાન થયું. મોટાભાઈ જેશીંગભાઈનાં લગ્ન થયાં.
સં. ૧૯૫૫નું વર્ષ આ વખતે નાગરદાસની ઉંમર ૨૧-૨૨ વર્ષની હતી. જીવનમાં ત્યાગધર્મની પ્રતીતિ થતા તેમણે આજીવન બ્રહ્મચર્ય વ્રતનો સ્વીકાર કર્યો. તેમની સગાઈ માટે કપટથી કન્યા મોટી બતાવેલ અને સગાઈ કરી તે કન્યા નાની હતી તે જાણ થતાં કપટમય સંસારનું વધુ સ્પષ્ટીકરણ થયું. આમ આજીવન બ્રહ્મચર્ય વ્રત માટે આ નિમિત્ત મળ્યું. લીમડાના શેઠ કુટુંબના પોપટભાઈએ નાગરદાસને લીમડી સંપ્રદાયના પૂ. દેવચંદ્રજી મ.સા.ને મળવા જણાવ્યું. સદ્ગુરુની શોધમાં નીકળેલ નાગરભાઈનો મુનિને મળવા તલસાટ વધ્યો.
સુદામડામાં વાગદત્તાને ઘરે જઈ તેના માતાપિતાની પ્રત્યક્ષ કહ્યું સમજુબહેન, આજથી તું મારી બહેન... ભાઈ તરીકે આ ચુંદડી ભેટ આપું છું. અને સગપણથી મુક્ત થયા.
ત્યાગધર્મની પ્રેક્ટીસ કરવા નાગરદાસ લોચ કરતા, ઉપવાસ કરતા. તડકામાં રેતી પર આતાપના લેતા. સં. ૧૯૫૬માં દેવચંદ્રજી મ.સા. નાગરભાઈના અંતરમાં ગુરુસ્થાને પ્રતિષ્ઠિત થયા.
ગુરુ અંજારમાં હતા. સં૧૯૫૭ના ફાગણ સુદ ૩ના આનંદ ઉલ્લાસ સાથે દીક્ષા અપાઈ. નવ દીક્ષિત નાગરભાઈનું નામ “મુનિ નાનચંદ્રજી રાખવામાં આવ્યું.
સંયમ મારો શ્વાસ, સંયમ પ્રભુના અહેસાસ
આતમ થયો ઉજાગર,(૨) પરમાત્મા થવા... પરમાત્મા દીક્ષિત જીવનના ૧૦ વર્ષ સં. ૧૯૫૭થી ૬૬ દરમિયાન તેમણે માંડવી (કચ્છ), જામનગર, મોરબી, જેતપુર, જૂનાગઢ, માંડવી, વાંકાનેર અને રામણિયા ચાતુર્માસ કર્યા.
સં. ૧૯૬૬માં રામણિયામાં સાધુસંમેલનમાં યોગ્ય પ્રેરણા આપી. સમાજ સુધારણા માટે સમાજકલ્યાણ શાળાઓ અને છાત્રાલયોની સ્થાપના કરી.
સં. ૧૯૬૭થી ૭૬ના તબક્કામાં પૂ. ગુરુની સેવા, વૈયાવચ્ચ અંગે ૯ વર્ષ લીમડી રહ્યા. સેવાને કારણે “કળિયુગના પંથકજીનું બિરુદ મેળવ્યું
તેમનું હીર, તેમની આત્મદશાનું દર્શન તેમના ભક્તિગાનમાં અને પ્રવચન અને કથાઆખ્યાનમાં દર્શાવેલ છે. તેમની વાણી શ્રોતાઓને મંત્રમુગ્ધ તો કરતી પરંતુ, તેમના અંતરના ઊંડાણમાં પહોંચી જીવનનું પરિવર્તન અને સંસ્કરણ પણ
કરાવતી.
૯૮ + ૧લ્મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો