________________
સત્ય એ જ છે. સમયસારમાં પણ આ જ વાત સ્વ અને પર પદાર્થ સમજાવતા કહી છે. ઉપમા કાન રૂપક જે ઉદાહરણ દ્વારા દરેક વાત હૃદયને સ્પર્શી જાય એવી રીતે રજૂ કરાઈ છે.
વળી ચિદાનંદજી મહારાજ કહે છે કે, “તારા માથે રાતદિવસ કાળ ઘૂમ્યા કરે છે. માટે ચેતી જા અને આત્મસાધના કરી જન્મ સફળ કર. અહીં સંસારની અસારતા દર્શાવી પ્રમાદ છોડવાનો સંદેશ છે. માથે સતત ફરતો કાળ ગ્રસી લે એ પહેલા સ્વપ્નની દુનિયા છોડી ધર્મધ્યાન કરવા સાવધાન કરે છે. સંત કબીરજીએ એમના એક દોહામાં પણ આજ વાત કહી છે.
પાવ પલકકી ખબર નહીં, કરે કલકી સાજ, કાલ અચાનક મારસી જ્યોં તીતરકો બાજ.' કલ ફરે શિર ઉપરે હાથમેં ધરકે કમાન,
કહે કબીર રટો હરિનામ છોડ સકલ અભિમાન.' ચિદાનંદજી સ્વર, સૂર, ધર્મ, જ્ઞાન જેવી ઉચ્ચતા પામેલા હતા. એમનાં પદોમાં ક્યાંય કડવાશભર્યા કટુ શબ્દોનો પ્રયોગ નહોતો. મધુર, મીઠા, સૂરમયી પદો દિલને હલાવી નાખે અને વારંવાર વાંચવાની ઈચ્છા પેદા કરે એવા છે. મધુરતા, સંગીત, મીઠાશ, મૃદુતાભરી વાણી રાગરાગિણી સૂરમયી પદો એ પ્રભુનું જ એક રૂપ છે. સવૈયાઓ
પદ ૧૧
જે અરિમિત્ત બરાબર જાનત પારસ ઔર પાષાણ જવું દોઈ.”
અર્થાત્ જે દુશ્મન અને મિત્ર, પારસ અને પથ્થર, રાગ અને દ્વેષને ગૌણ ગણી બધા પ્રત્યે સમાન દૃષ્ટિ રાખે છે તે નર ધન્ય છે.
| સવૈયા ૧૯મા કવિશ્રીએ સંસારની ક્ષણભંગુરતા અને તેની પાછળ માનવીની નિરર્થક પ્રવૃત્તિઓને વિવિધ ઉદાહરણો દ્વારા સમજાવી છે. દા.ત., કીડીનું એકઠું કરેલું ધાન્ય તીતર ખાઈ જાય છે. મધમાખીનું એકઠું કરેલું મધ બીજા લઈ જાય છે તેમ માણસ કરોડોનું ધન એકઠું કરી આખી જિંદગી કષ્ટ કરી વેડફી નાખે છે અને છેલ્લે ખાલી હાથે જ જાય છે. અહીં મારી કવિતાની બે લાઈનો, કહેવાનું મન થાય છે.
ખાલી હાથે આવ્યો છું પણ સંસ્કાર સાથે લાવ્યો છું. કુમળા આ આત્મદેહમાં મતિ જ્ઞાન બુદ્ધિ લાવ્યો છું. જીનમાં મળેલા આચાર વિચાર આદતો સંગે લાવ્યો છું. ખાલી હાથે આવ્યો, જઈશ પણ ખાલી હાથે જ હું...
પરંતુ યાદ કરે સર્વે એવા કર્મો કરવા આવ્યો છું. ૪૦ + ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર-આરાધકો