________________
છે. અને સ્થિર જિનધર્મ હિતકારી છે. ઇન્દ્રિયસખ નકામું છે, ઈચ્છાને રોકવી એ મનોહર તપ છે. નવકાર જાપ જગમાં ઉત્તમ છે. સંયમ આત્માને સ્થિરતાભાવ આપે છે જે ભવસાગર તરવાની નાવ છે. સાચો શિવસાધક શક્તિને સાધીને દુર્જય મનની ગતિને જુએ છે. નારીમાં અતિકપટ હોય છે. નીચ વ્યક્તિ બીજાનો પરદ્રોહ વિચારે છે જ્યારે ઉચ્ચ મહાન પુરુષ પરદુઃખનું નિવારણ કરે છે. તે કાંચનને સરખું જાણે છે, હરખશોકમાં ફરક પડતો નથી. ક્રોધ એ પ્રચંડ અગ્નિ છે. માયા, મોહ, લોભ એ રિપુ સમાન છે. નીચ સંગથી ડરીયે અને સંતથી હંમેશા મળીયે. સાધુસંગથી ગુણમાં વૃદ્ધિ થાય છે નારી સંગતથી પતન થાય છે. ચપળ ચંચળ વાયુથી પાન ખરે છે. ધર્મ એક જ ત્રિભુવનમાં સારમય છે. શરીર ધન યૌવન બધુ અસાર છે. નારીને સરકાર સમજો તેથી એના પર પ્રેમ ન કરો. મોહ જેવો કોઈ દુશ્મન નથી. પાપ હિંસાથી ડરો. જેને કામના નથી અને જે સંતોષી છે એ સદા સુખી છે. મૃત્યુ જેવો કોઈ ભય નથી. સંયમથી બધા દુઃખ જાય છે અને સર્વ દુઃખ જતા મોક્ષપદની પ્રાપ્તિ થાય છે. પાપનું મૂળ લોભ છે. રોગનું મૂળ રસ છે. દુઃખનું મૂળ સ્નેહ છે. ખુદની કાયા અપવિત્ર છે. જે માયાને ત્યજે છે તે પવિત્ર પુરુષ છે. અધ્યાત્મની વાણી, અમૃત સમાન છે અને કુકથા, પાપ કહાણી પરનિંદા ઝેર સમાન છે જેનાથી અપલક્ષણ આવે છે.
નિષ્કર્ષ: ચિંદાનંદજીનું સાહિત્ય પ્રભુભક્તિ તરફ વાળી મોક્ષ માર્ગ દર્શાવે છે. ભાષા શૈલી, શબ્દો મધુર, અત્યંત સુંદર ઉપમાઓથી સજેલી મનમોહક છે. જે સાહિત્યપ્રેમીને વારંવાર વાંચવા આકર્ષિત કરે છે. અને ગાવાનું મન થાય એવી સૂરમયી રાગરાગિણી છે. શબ્દોમાં કઠોરતા ધાર્મિક ભાષા માટે અશોભનીય છે. ધર્મ પ્રેમ શિખવાડે છે એની ભાષા લજ્જાસ્પદ ન હોવી જોઈએ, કે તલવાર જેવી ધારદાર કે વેધક ધમકીભરી ન હોવી જોઈએ. શ્રી ચિદાનંદજી ભાષા મન મોહી લે છે. દા.ત. બહોતરી પદ ૬૫મું.
લાગ્યા નેહ જિનચરણ હમારા જિમ ચકોર ચંદ પિયારા. સુનત કુરંગ (હરણ) નાદ મન લાઈ પ્રાણ તજે પણ પ્રેમ નિભાઈ ધન તજ પાન ન જાવતજાઈ (જાવજીવ) એ ખગ (પક્ષી) ચાતક કેરી વડાઈ. જલત નિઃશંક દીપકે માંહી પીર પતંગકુ હોત કે નહી ? પીડા હોત તદ પણ તિહાં જાહી, શક પ્રીતિવશ આવત નાંહી. મીન (માછલ્લી) મગન નવી જળથી ન્યારા, માન સરોવર હંસ આધારા ચોર નિરખ નિશિ અતિ અંધિયારા, કેકી (મો૨) મગન સુનસુન ગરજારા. પ્રણવ (ૐકાર) ધ્યાન જિમ જોગી આરાધે, રસ રીતિ રસ સાધક
" (સુવર્ણ રસના સાધનારા) સાધે. અધિક સુગંધ કેતકીમે લાધે, મધુકર તસ સંકટ નવિ વાધે? જાકા ચિત્ત જિહાં થિરતા માને, તાકા મરમ તો તે હિ જ જાને.”
પ.પૂ. ચિદાનંદજી મ.સા. * ૪૭