________________
શ્રીમદ્દી પરમ્ કૃતિ છે.
‘આત્મસિદ્ધિશાસ્ત્ર’ આત્માનો નિર્ણય કરાવી આત્મજ્ઞાન પ્રગટાવવાના ઉત્તમ હેતુથી લખાઈ છે. દોહરામાં છે. તેનો વિષય દાર્શનિક, જૈન સંપ્રદાયસિદ્ધ છે. તેમાં વિષયોની વિવિધતા નથી તેમ દૃષ્ટાંતિક કથા કે વર્ણનો નથી. છ પદની સિદ્ધિ માટે પ્રશ્નોત્તર રૂપે તત્ત્વનિરૂપણનો વિષય હોવા છતાં સૈદ્ધાંતિક ગ્રંથો જેવી કઠણાઈ તેમાં નથી. આત્મા સંબંધી સાધક નિઃશંક થાય તેવી રચના અપૂર્વ રીતે માત્ર એકસો બેતાળીસ ગાથામાં શ્રીમદે કરી છે.
આત્માની સત્તાથી દેહાદિ સર્વ પ્રવર્તે છે છતાં સર્વ અવસ્થાઓમાં જે-જે જુદો જ રહે છે ‘સર્વ અવસ્થાને વિશે સદા જણાય' જાણનાર રૂપે રહે છે, તે જીવ ચૈતન્યરૂપ લક્ષણે છે. ચૌદ પૂર્વમાં સાતમું પૂર્વ ‘આત્મપ્રવાદ’ નામે છે તે સર્વ પૂર્વના સારરૂપ શ્રી ‘આત્મસિદ્ધિશાસ્ત્રની રચના આત્મસ્વરૂપનો અનુભવ કરીને શ્રીમદે કરી છે. આત્મસિદ્ધિશાસ્ત્ર એટલે જિનેન્દ્ર પ્રણીત દર્શનનો સાર. આમ એનું શાસ્ત્ર સાર્થક છે. આ શાસ્ત્રનું ગૌરવ ૧૪૨ ગાથાઓનું હોવા છતાં તેના ૫૨ ૧૪૨૦૦ શ્લોકની ટીકા લખાઈ શકે તેમ છે. આત્મસિદ્ધિ ‘દ્રવ્યાનુયોગનો ગ્રંથ છે. દ્રવ્યાનુયોગ પરમ ગંભીર અને સૂક્ષ્મ છે, નિગ્રંથ પ્રવચનનું રહસ્ય છે, શુક્લધ્યાનનું અનન્ય કારણ છે. આ શાસ્ત્રના સંસ્કૃત, હિંદી, અંગ્રેજી અને અન્ય ભાષાઓમાં ભાષાંતર થયા છે પણ એની ખરી ખૂબી મૂળ ગુજરાતીમાં જ છે. કહે છે કે જૈન પરંપરાના સર્વમાન્ય ગુજરાતી પ્રામાણિક ધર્મગ્રંથ તરીકે આ શાસ્ત્ર કોઈપણ સંસ્થાના પાઠ્યક્રમમાં સ્થાન લેવાની યોગ્યતા ધરાવે છે. પ્રશમરસથી ભરપૂર આ કાવ્યમાં આત્મગુંજનને ઠાંસી ઠાંસીને ભરી દીધું છે. આ કાવ્યની વિશિષ્ટ યોજના છે તે ગુરુશિષ્યના સંવાદરૂપ છે. આ નાનકડી કૃતિમાં આત્માને લગતું આવશ્યક પૂર્ણરહસ્ય બતાવી આપ્યું છે. સદ્ગુરુ, સત્પુરુષ અને ભક્તિનું રહસ્ય બતાવ્યું છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આત્મા એક જ ૫રમાર્થ તત્ત્વ છે. એને ઓળખવું એ જ રાજવાણીનું રહસ્ય છે. પંડિત સુખલાલજી ‘આત્મસિદ્ધિ આત્મોપનિષદ પદ છે એમ કહે છે તે યોગ્ય જ છે. સત્પુરુષની ભક્તિથી અનંતકાળની ભ્રાંતિ ફ્ળ છે. આત્મા પરમાત્મા બને તે પરાભક્તિની પરાકાષ્ઠા છે. પ્રત્યક્ષ સદ્ગુરુ સમ નહીં' કહી આત્મજ્ઞાનની પ્રાપ્તિનું સાધન બતાવ્યું છે.
શ્રીમદ્દ્ની કવિતાઓની વિશેષતા એ છે કે એના બાહ્ય ભાવને ભેદીને ભીત૨માં જઈએ તો આધ્યાત્મિક રહસ્યો પ્રગટ થાય છે, આથી શ્રીમા કાવ્યો એની ભાવસૃષ્ટિ, આલેખન રીતિ અને વિષયવસ્તુને કારણે ગુજરાતી સાહિત્યમાં આગવું સ્થાન ધરાવે છે.
શ્રીમદૂના સાહિત્યમાં ભાષાનું સૌંદર્ય, વિચારોની ગહનતા, ઉન્નત ભાવોની પ્રેરણા અને આત્મોપયોગી બાબતની સમૃદ્ધિ અખૂટ ભરેલી છે તેથી તત્ત્વ જિજ્ઞાસુ માટે તેમ જ વર્તમાન સંદર્ભમાં યુવાનો માટે ઉપયોગી છે – તેમને આત્મહિત ભણી લક્ષ કરવામાં સહાયક થઈ શકે.
શ્રીમદ્ રાજચંદ્રનું જૈન સાહિત્યમાં યોગદાન + ૬૧