________________
શેષકાળના પ્રમાણને ભિન્ન મુહૂર્ત કહે છે. આ ભિન્ન મુહર્તમાંથી એક સમય કાઢી લેવાથી શેષ કાળનું પ્રમાણ અંતર મુહૂર્ત થાય છે. આ પ્રકાર ઉત્તરોત્તર એક એક સમય ઓછો કરતાં કરતાં ઉચ્છ્વાસના ઉત્પન્ન હોવા સુધી એક એક સમય કાઢતા જવો જોઈએ. જે બધા એક એક સમય ઓછો કરનાં કાળ પણ
અતર્મુહર્ત પ્રમાણ થાય છે. આ પ્રકારે જ્યાં સુધી આવલી ઉત્પન્ન થતી નથી ત્યાં સુધી બાકી રહેલ એક ઉચ્છ્વાસમાંથી પણ એક એક સમય ઓછો કરતા જવો જોઈએ. એમ કરતાં જતાં જે આવલી ઉત્પન્ન થાય છે તેને પણ અંતર્મુહર્ત કહે છે. (૨) બે ઘડી; ૪૮ મિનિટ. (૩) આવલીથી ઉપર અને મુહૂર્તથી નીચેના કાળને અંતર્મુહૂર્ત કહે છે. (૪) મુહૂર્તની અંદરનો કાલ. (બે ઘડી, ૪૮ મિનિટ) મુહૂર્તથી ઓછો સમય.
અંતરમાં આત્મામાં.
અંતરમાં સ્થિરતા થયા વિના :નિર્વિકલ્પ વીતરાગ થયા વિના.
અંતરમાન :અંદર પેસી જવું.
આંતરરહિત :જુદાઈ રહિત. (૨) અવકાશ રહિત; નિરંતર. (૩) નિરંતર (૪) સમયપાત્રના વિલંબ વિના; નિરંતર.
અંતરરોગ :આત્મસ્રાંતિરૂપ અનંત દુઃખનો હેતુ એવો અંતરરોગ. અંતરલા આવ્યાથી :માર્ગ મળ્યાથી
અંતર લીંન ઃઅંદર લીન થયેલા; અંતર્મગ્ન. (૨) અંદર છુપાયેલો. (૩) ગર્ભિત. અંતરવૃત્તિ ઃઆત્માની અંદર પરિણમવું, તેમાં સમાવું, તે અંતવૃિત્ત. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો અંતર્વિત્ત રહે. જેમ અલ્પ કિંમતનો એવો જે માટીનો ઘડો તે ફૂટી ગયો અને પછી તેનો ત્યાગ કરતાં આત્માની વૃત્તિ ક્ષોભ પામતી નથી કારણકે તેમાં તુચ્છપણું સમજાયું છે. આવી રીતે જ્ઞાનીને જગતના સર્વ પદાર્થ તુચ્છ ભાસ્યમાન છે. જ્ઞાનીને એક રૂપિયાથી માંડી સુવર્ણ ઈત્યાદિક પદાર્થમાં સાવ માટીપણું ભાસે છે. (૨) આત્માની અંદર પરિણમવું, તેમાં શમાવું, તે અંતરવૃત્તિ. પદાર્થનું તુચ્છપણું ભાસ્યમાન થયું હોય તો આંતરવૃત્તિ રહે (૨) અંદરનું વર્તન; આત્મામાં વૃત્તિ. અંતર્વેદન શાંતિ
૩૪
અંતરવ્યાપક આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહનું, તે રૂપે પરિણમવું અને તે રૂપે ઉપજતું.
અંતર્ભાપક જડ લંબાઈને-વ્યાપીને પ્રસરે છે. અંતર્વતી ઃઅંદર સમાવેશ પામવું.
અંતર્હિત ઃગુપ્ત; અદૃશ્ય; અલોપ; અંતર્ગર્ભિત.
અંતરાત્મબુદ્ધિ રાગ, શરીરાદિ સાથે સંબંધ હોવા છતાં હું તો શુદ્ધ અખંડાનંદમૂર્તિ છું એવી બુદ્ધિ તે અંતરાત્મ બુદ્ધિ છે. તેમાં રાગનો સર્વથા અભાવ થયો નથી પણ દૃષ્ટિમાં રાગરહિત શુદ્ધ પરિણમન થયું છે માટે એવા જીવોને અંતરાત્મા કહ્યા છે.
અંતરાત્મા :ચોથા ગુણસ્થાનમાં રહેનાર સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાયનો અભાવ થવાથી સમ્યજ્ઞાન પ્રગટ્યું છે. પણ કષાયની ત્રણ ચોકડી અવશેષ હોવાથી બીજના ચંદ્ર સમાન વિશેષ પ્રકાશ હોતો નથી. અને પાંચમા ગુણસ્થાનવાળા આત્માને બે ચોકડીનો અભાવ હોવાથી ચોથા ગુણસ્થાન કરતાં પાંચમામાં રાગભાવ ઓછો છે, વીતરાગતા વધી છે; આથી સ્વસંવેદન જ્ઞાન પણ વિશેષ છે, પણ બે ચોકડી બાકી હોવાથી મુનિની સમાન પ્રકાશ અત્રે હોતો નથી; મુનિને ત્રણ ચોકડી (અનંતાનુબંધી, ક્રોધ, માન, માયા ને લોભ, અપ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયાને લોભ તથા પ્રત્યાખ્યાનાવરણી ક્રોધ, માન, માયા અને લોભ) નો અભાવ છે. માટે તેઓને રાગભાવ નિર્બળ હોય છે, વીતરાગ ભાવ પ્રબળ હોય છે. મુનિ અવસ્થામાં પહેલાં કરતાં નીચેની અવસ્થા કરતાં વીતરાગતા વિશેષ છે; પણ ચોથી ચોકડી (સંજવલન કષાય) બાકી છે તેથી અત્રે વીતરાગ સંયમી જેવો પ્રકાશ નથી, સાતમા ગુણસ્થાનમાં ચોથી ચોકડી મંદ થઈ જાય છે ત્યાં આહાર-વિહારાદિ ક્રિયા નથી હોતી, એમાં ધ્યાનારૂઢ અવસ્થા છે. સાતમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં જયારે સંયમી આવે છે ત્યારે આહારાદિ ક્રિયા સંભવે છે. આ પ્રમાણે સંયમી છઠ્ઠા તથા સાતમા ગુણસ્થાનમાં સ્થિર રહેતો નથી, અંતર્મુહર્ત કાળમાં ગુણસ્થાનમાં પરિવર્તન થાય છે.