________________ હું આત્મા છું. અર્જર જે જરતું નથી. જરા એટલે કે વૃદ્ધત્વ એ શરીરને સ્વભાવ છે. શરીર જમે ત્યારે બાળક હોય. સમય વીતતાં કેમે કરી વૃદ્ધ થાય. જીર્ણ થાય. શરીર પરમાણુ યુગલને પિંડ છે, પ્રતિ-સમય શરીરમાંથી અનંત પરમાણુઓ જરી જાય અને પ્રતિસમય વાતાવરણ માંથી એટલા જ પરમાણુઓ ગ્રહણ થતા રહે આ કમ ચાલુ જ રહે છે. આ ક્રમનાં કારણે જ શરીર ટકી રહે છે, અને આ કમના કારણે જ શરીર વૃદ્ધ પણ થાય છે. તેથી જરાવસ્થા એ દેહની અવસ્થા છે. કાળના વ્યતીત થવા સાથે શરીરને વૃદ્ધ થવું પડે. આત્મા અજર છે. આત્માના અસંખ્યાત પ્રદેશમાંથી એક પણ પ્રદેશ કયારેય જરી જતું નથી. અનંત ભૂતકાળમાં અનંત જન્મ - મરણ થયાં. નાનામાંથી મોટા અને મોટામાંથી નાના શરીરમાં ગયે. શરીરમાં સંકોચ - વિસ્તાર સાથે આત્માના અસંખ્ય પ્રદેશ સંકેચાયા કે વિસ્તર્યા પણ એકે પ્રદેશમાં કંઈજ હાનિ - વૃદ્ધિ થઈ નહીં. આત્મા પ્રદેશ–પંડ છે. તેમાંથી એક પણ પ્રદેશ છૂટો પડી જ નથી. જેટલા પ્રદેશે આત્માના છે. તે અને તેટલા કાયમ રહે છે. આમ જરાવસ્થા આત્માની નહીં પણ દેહની થાય છે. આત્મા અજર છે. આત્મા અમર છે. મૃત્યુ આત્માનું નથી થતું દેહનું થાય છે. આત્મા મરતે નથી, શરીર બદલી નાંખે છે. એક શરીરમાં રહેવાનો સમય પૂરો થાય અર્થાત્ પૂર્વે બાંધેલ આયુષ્યકર્મને સમય જેટલું હોય એટલે જ કાળ એ શરીરમાં બંધાઈને રહે. આયુષ્યકમ પૂરું થયે દેહથી આત્મા જુદો પડી અન્યત્ર ચાલ્યા જાય. જ્યાં વળી નવું શરીર ધારણ કરે એટલે આત્માનું મરણ નથી. જીવને દેહાત્મ બુદ્ધિ છે, તેથી હું વદ્ધ થયે-હું મરી જઈશ-એ શ્રમ સેવ્યા કરે છે. દેહને હું માની, દેહનાં જરા કે મરણને પોતાનાં જરા - મરણ સમજી લે છે, અને તેથી જ જરા આવતાં કે મરણ આવતાં દુખી હેવાને અનુભવ કરે છે. દેહનું મારાપણું જીવને એટલું બધું છે કે દેહથી જુદો હું આત્મા છું એ વિચાર પણ કયારેય ઉઠતે નથી. જીવે કદી એ વિચાર્યું નથી કે હું હમેશાં કહું છું કે દેહ મારો છે - મારે