________________ અજર અમર અવિનાશીને કરત. અને આકાશ જીવ, પુદ્ગલ અને અન્ય દ્રવ્યને અવગાહના આપે છે. આવડા મોટા ચૌદ રાજલક પ્રમાણ લેકને પિતામાં સ્થાન આપનાર આકાશ જ છે. આમ ત્રણેય દ્રવ્ય પિતા - પિતાના ગુણેથી સમસ્ત વિશ્વને ઉપકારી છે. પણ પિતાને પોતામાં સંવેદક ગુણ નથી. જ્યારે આત્મા આ સર્વ દ્રવ્યથી એ રીતે જ જુદે પડે છે. તેનામાં જે સર્વથી વિશેષ શક્તિ છે એ પિતાને સંવેદક સ્વભાવ. જે ચૈતન્યના કારણે છે. જ્યાં ચૈતન્ય છે ત્યાં જ સંવેદના છે. ચેતના નથી એવા સમસ્ત જડ પદાર્થોમાં સંવેદન નથી. તેથી જ આત્મા ચેતનાગુણ વડે સમસ્ત માં સર્વોપરી સ્થાને બિરાજે છે. વળી શુદ્ધ ચેતનાને અર્થ એમ પણ કરીએ કે આત્માના અસંખ્ય પ્રદેશે અનંત જ્ઞાન વિદ્યમાન છે. જ્યાં ચેતના ત્યાં જ્ઞાન. ચેતના અને જ્ઞાન જુદાં નથી. અદ્વૈત છે. દૈત નથી. જ્ઞાન અને ચેતના એક રૂપ છે તે જ આત્મા. આત્માનાં અસંખ્ય પ્રદેશમાંથી એક પણ પ્રદેશ એ નથી કે જ્યાં જ્ઞાન ન હોય. અનાદિ કાળથી નિગોદમાં પડેલ આત્માના અસંખ્ય પ્રદેશે જ્ઞાન છે જ, પણ અવરાયેલું છે. નિગોદમાં કે સૂક્ષ્મ એકેન્દ્રિયમાં રહેલ જીવ જડવત્ લાગતું હોય છતાં જડ નથી થઈ જતે, તેનું મુખ્ય કારણ એ જ કે તેને જ્ઞાનગુણ લુપ્ત નથી થઈ ગયે. વળી આત્મામાં એવી અચિંત્ય શક્તિ છે કે આત્માનાં અસંખ્ય પ્રદેશમાં રહેલ અનંતજ્ઞાનને એક સમયમાં પ્રગટ કરી શકે છે અને વેદી શકે છે. ઇન્દ્રિયજન્ય પૌગલિક જ્ઞાનનો ઉપયોગ કે વેદન એક સમયે ન થાય પણ આત્માના અનંતજ્ઞાનને ઉપગ એક સાથે થાય. કેવળી પરમાત્મા એક સમય માત્રામાં વિશ્વના સમસ્ત દ્રવ્ય –ગુણ - પર્યાયને યુગપત્ જોઈ લે - જાણી લે. પિતામાં રહેલ અનંતગુણ ને પણ યુગપતુ અનુભવી લે. આવું અલૌકિક અને અદ્દભુત સ્વરૂપ શુદ્ધ ચેતનાનું છે. શિષ્ય એ અનુભવ્યું. તેને અનુભવ આગળ વધતાં કહે છે કે આત્માના અજર, અમર, અવિનાશી રૂપને જાણ્યું.