________________ હું આત્મા છું અસીમ અને અસાધારણ ગુણથી એક અને અધિકારી એ મારો આત્મા શુદ્ધ ચેતનારૂપ છે. કર્મોના આવરણથી ચેતના અવરાયેલી ભલે હે પણ તે પિતાના સ્વરૂપમાં તે અત્યંત શુદ્ધ છે. સર્વથા શુદ્ધ હેવું તે આત્માને સહજ સ્વભાવ છે. અશુદ્ધિ - મલિનતા તેના નિર્વિકારી સ્વરૂપમાં નથી. પુદ્ગલને સગે એ વિકારી બને છે. વિકારી વર્તન કરે છે. બહિરંગમાં વિકારી દેખાય છે. પણ વાસ્તવમાં એ અવિકારી શુદ્ધ -નિર્મળ સ્વભાવી છે. વળી સમષ્ટિ વિશ્વમાં રહેલ પંચારિતકામાં જીવ પણ અસ્તિકાય વિશેષ છે. ધર્મ - અધર્મ - આકાશ - પુદ્ગલની જેમ પ્રદેશત્વ પડના કારણે સમાનધર્યા છે. પણ ચેતનશક્તિ તે એક્લા જીવની જ છે. તે પિતાની ચેતના શક્તિના કારણે જ સર્વ જડથી જુદું પડે છે. ચેતના માત્ર આત્મામાં જ છે. અન્ય દ્રવ્યોમાં નથી. ચેતનના આશ્રિત ગુણો પણ માત્ર આત્મામાં જ છે, અન્યમાં નથી. જાણવું અને જેવું અર્થાત્ જ્ઞાતાભાવ અને દષ્ટાભાવ તે જીવન પર ક્ષેત્રે ગુણ છે. પર પદાર્થોને જાણવા અને જોવાની શક્તિ માત્ર આત્મામાં. અન્ય અસ્તિકામાં નહીં. અન્ય દ્રવ્યમાં નહીં. અને સ્વક્ષેત્રે વેદકપણું એ પણ આત્મામાં જ, અન્યમાં નહીં. ધર્મ - અધર્મ - આકાશમાં અન્ય શક્તિઓ છે. ધર્માસ્તિકાય ગતિપ્રદાન ગુણ ધરાવે છે. અધર્માસ્તિકાય સ્થિતિ પ્રદાન ગુણ ધરાવે છે. સમસ્ત વિશ્વના સર્વ જીવ અને પુદગલને ગતિ આપવાનું કામ ધર્માસ્તિકાય કરે છે. એ જે ગતિ ન આપે તે આખા વિશ્વની બધી જ Movement સ્થિગિત. કઈ પણ વ્યક્તિ કે વસ્તુ એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે નહીં. એ જ રીતે અધર્માસ્તિકાય જીવ અને પુદ્ગલને સ્થિર રાખવામાં સહાયભૂત છે. એ પિતાના ગુણને સંકલી લે તો આખા વિશ્વમાં જે સ્થિરતા દેખાય છે તે ન હોત. વૃક્ષ, મકાન કે પહાડ એક સ્થાને ન હોત. માનવપશુ - પંખી વગેરે સ્થિર ન હેત. હંમેશાં બધા અહીંથી ત્યાં આથડ્યા