________________ હું આત્મા છું આમ પરનાં સંગે, પરની એકાત્મ બુદ્ધિથી જાગેલા સર્વ વિકલ્પ શમી જાય છે. જીવને પિતાની નિર્વિકલ્પ દશાનું ભાન થાય છે. હું અખંડ, અવિનાશી, અવિકારી, અરૂપી, અનંત અવ્યાબાધ સુખને સ્વામી, અનંતગુણેના યુગપતુ વેદનરૂપ, સંપૂર્ણ વીતરાગ સ્વભાવી, એક માત્ર આત્મા છું. આવું અપૂર્વ ભાન શિષ્યને થયું અને તેણે પિતાને થયેલ આ અપૂર્વ ભાનની દશા શ્રી ગુરુ સામે વણવી. ગુરૂદેવ નિજ સમાધિ દિશામાં સ્થિત છે. અને શિષ્ય ગુરૂદેવના ઉપકારોનું સ્મરણ કરતા પિતાને પ્રાપ્ત થયેલી અપૂર્વ દિશાને, અંતરંગનાં અગુપ્ત ભાવે વડે ગુરુદેવ સમક્ષ કહી રહ્યો છે. રાગ-દ્વેષની ગ્રન્થિ તૂટી ગઈ. મિથ્યાત્વ મેહનીય અને ચારિત્ર મેહનીયને ઉત્કૃષ્ટ રસ ક્ષીણ થયે. અપૂર્વ વિલાસ જાગૃત થયે અને સર્વ પર ભાથી ભેદવિજ્ઞાન પ્રગટ કરી લીધું. ઔદારિક દેહ અને આત્મા ભિન્ન, તૈજસ-કાશ્મણરૂપ સૂક્ષ્મ શરીરથી આત્મા ભિન્ન, રાગ-દ્વેષાદિ વૈભાવિક પર્યાથી આત્મા ભિન્ન, આમ સર્વ પ્રકારના પર-પરિણામેથી, પર-પર્યાથી આત્મા ભિન્ન છે. આત્મા પિતે માત્ર પોતામાં જ રહે. રાગાદિના કારણે પરમાં જ્ઞાને પગનું પ્રવેશવાપણું હતું, તે હવે રાગાદિને રસ ઓછો થતાં, ગ્રન્થિભેદ થતાં જ્ઞાને પગ નિજમાં, સ્વઆત્મામાં સ્થિર થયા. ભ્રાંતિરૂપ અજ્ઞાન ટળી ગયું. જ્ઞાન પ્રકાશ ઝગમગી ઉઠયો. દીવે–દી પ્રગટ થઈ ચૂક્ય. ગુરુદેવે બતાવેલ પ્રથમ પદ “આત્મા છે ને અનુભવ શિષ્ય “હું આત્મા છું' રૂપે કરી લીધો. શિષ્યને માટે જે પ્રાપ્તવ્ય હતું તે પ્રાપ્ત થઈ ચૂક્યું. ગુરુદેવને અસમ અનુગ્રહ શિષ્યના જીવનને સન્માર્ગે વાળવા નિમિત્ત બન્ય. સુપાત્ર-શિષ્યની ગ્યતાએ સુ-ફળ લઈ લીધું. હવે આત્મ-અનુભવની અપૂર્વ દશામાં શિષ્યને આત્મા અન્યઅન્ય ભાવથી કઈ રીતે પરિણમી રહ્યો છે તેનું યથાર્થ ખ્યાન શિષ્ય પિતે જ આપે છે. તે અવસરે–