________________ હું આત્મા છું પાત્રતા ન પ્રગટ થઈ હોત, કે હું સમ્યક્ત્વને પામી શકું. તેથી પ્રથમ ઉપકાર. ગુરુદેવને છે. એ કૃતજ્ઞતા પ્રગટ કરવા કહે છે : “આત્માનું અપૂર્વભાન મને થયું પણ એ સદ્ગુરુદેવની કૃપાથી,(સદ્ગુરુ દેવનું જાગૃત સત્ મારા સની જાગૃતિમાં નિમિત્ત બન્યો અન્યથા એ સંભવિત ન હતું.' બંધુઓ ! શાસ્ત્રો પણ કહે છે કે અનાદિના મિથ્યાત્વી જીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે તે સ્વપુરુષાર્થથી જ, પણ પ્રત્યક્ષ સદ્ગુરુને યોગ ન હોય તે, સગુરુરૂપ અધિગમ ન હોય તે ન જ થાય અધિગમની હાજરી તે જોઈએ જ. તેથી જ સદ્દગુરુને ઉપકાર પણ અમાપ છે. તેઓના પ્રતિ કૃતજ્ઞ ભાવ રહે જ જોઈએ. અહીં શિષ્ય આવી કૃતજ્ઞતા ધરાવે છે તેથી પ્રથમ ગુરુદેવના ઉપકારનું સ્મરણ કરી પછી કહે છે કે “આવ્યું અપૂર્વ ભાન.” અપૂર્વ ભાન શાનું ? આજ સુધી જે ભાન થયું ને તું તે ! “જે સ્વરૂપ સમજ્યા વિના, પાયે દુખ અનંત' જેના કારણે અનાદિ સંસારનાં અનંત દુઃખ સહેવાં પડયાં તે નિજ સ્વરૂપની અભાન અવસ્થા. ' સંસારનાં સર્વ વિષયેની સભાનતા તે જીવને પહેલેથી જ છે. અને રહે, છે. પણ પિતાના સ્વરૂપનું જ ભાન નથી. પુદ્ગલના સંગે રહી પુદ્ગલમાં નિજ બુદ્ધિ કરી, દેહાત્મભાવે સદા રાચતે રહ્યો. પણ તેનાથી ઉપર ઉઠી દેહ તે હું નહીં, આવી દશા પ્રગટ થઈ જ ન હતી. તેથી શિષ્ય કહે છે. અનંતકાળમાં જે ને'તું સમજાયું તે સમજાયું. માત્ર બુદ્ધિથી નહીં પણ આત્મામાં ભાન આવ્યું. જેને ભાન હોય તેની જ સાન ઠેકાણે હોય. અભાન અવસ્થામાં સાનનાં ઠેકાણાં ન હેય શરીરથી બેભાન થયેલાને પણ કશી જ ખબર નથી રહેતી તે જે આત્માથી બેભાન થયે હોય તેને આત્મિકદશાની સાન ક્યાંથી હોય ? તેથી જ શિષ્ય એમ નથી કહ્યું કે મને અપૂર્વ સમજણ આવી, અપૂર્વ જ્ઞાન થયું, અપૂર્વ માહિતી મળી. ના! પણ અપૂર્વ ભાન આવ્યું.