________________ નિજ પદ નિજ માંહિ લહ્યું કારણ આજ સુધી મેહના વિશે પડી, પરમાં સ્વબુદ્ધિએ બેભાન જ રહ્યો હતે. એ બેભાનદશામાંથી જાગે અને પોતે પોતામાં ચિંતન કર્યું, તેથી પિતાનું ભાન થયું. એ ભાન થતાં, પરિણામ સ્વરૂપ જે આત્મિક લાભ થવે જોઈએ તે થય શું ? “નિજપદ નિજ માંહી લહ્યું નિજપદ અર્થાત્ “હું આત્મા છું આ ભાન થયું. આજ સુધી દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન અને બુદ્ધિ માં આત્મભાવ હતો. આત્મા તે જ હું. આત્મા એ જ મારૂં પદ. તેના બદલે દેહાદિમાં હું પદની માન્યતામાં રાચતે હતા. પણ જ્યાં નિજ દશાનું ભાન પ્રગટ થયું ત્યાં સમજાયું, પ્રથમ " હું આત્મા છું” દેહાદિ સર્વ પર્યાયે જડ છે, તે મારી પર્યાયે નથી પણ વિનાશી એવા પુગલની પર્યા છે, હું અવિનાશી છું. હું એક–અખંડ છું. દેહાદિ રૂપે પ્રવર્તતી અનેક પય તે મારું રૂપ નથી. પુદ્ગલ દ્રવ્ય બહુરૂપી છે તે અનેક અવસ્થા રૂપ પરિણમે છે. તેના સંગે મારે પણ તે-તે અવસ્થાવાન થવું પડે છે. પણ હું તે અવસ્થારૂપ હું ચિટૂ-ચમત્કારરૂપ ચૈતન્ય સત્તા છું. આત્માના અસંખ્ય પ્રદેશે ચૈતન્ય છે. એક પણ પ્રદેશ ચૈતન્યરહિત નથી, દેહાદિની પર્યાયે તે જડની પર્યા છે. દેહાદિના સંગે હું જડવત્ થઈ ગયે છું. જડત્વ ધર્મ તે મારે નથી. મારો ધર્મ ત્રિકાળી-સતુ-ચૈતન્ય છે. હું જ્ઞાતા-દ્રષ્ટાના સહજ ભાવરૂ૫ છું. સત્-ચિત્ - આનંદ, જ્ઞાતા -દ્રષ્ટા ભાવ એ મારું સ્વરૂપ છે. જ્ઞાન-દર્શન એ મારા નિજ ગુણે છે. એ ગુણોનું પ્રવર્તન માત્ર જ્ઞાતા-દષ્ટ ભાવરૂપ થાય. કર્તા-ભક્તા ભાવરૂપ નહીં, તેથી જ રાગાદિ રૂપ સર્વ વિભાવોથી પર માત્ર સહજ સ્વભાવરૂપ જ્ઞાતા-દ્રષ્ટાપણું એ મારું સ્વરૂપ. મારામાં અનંત ચતુષ્ટયરૂપ અનંત વૈભવ ભર્યો છે. અખૂટ સંપત્તિને માલિક ચૈતન્ય આત્મા, અનંત આનંદનું પરમધામ છે. મારામાં રહેલ અનંત ગુણોનું વેદન યુગ૫ર કરવાનાં અમાપ સામર્થ્યને પણ આત્મા છું.