________________ અજર અમર અવિનાશ જે..] વતરાગ પરમાત્મા, અનંતજ્ઞાની - અનંતદશની પ્રભુ વીર, જગતના ભવ્ય જી સમક્ષ અમૃતમય વાણને પ્રવાહ વહાવતાં, ભવ્યાત્માઓને મેક્ષને માર્ગ બતાવી ગયા છે. મેક્ષમાર્ગની આરાધના સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગુચારિત્રથી થાય છે. આ ત્રિરત્નની આરાધના, નિજ - પદની ઓળખાણથી શરૂ થાય છે અને જિન - પદની પ્રાપ્તિમાં તેની પૂર્ણાહુતિ થાય છે. એ જ છે નિજ પદ - જિનપદ એક્તા. જેવું જિનપદ છે તેવું જ નિજપદ છે તેથી જ નિજ પદની સાધના, જિનપદની સિદ્ધિ રૂપ પરિણમે છે. સાધક આત્મા નિજપદને ઓળખી લે છે, ત્યારે તેના સર્વ ભ્રમ ભાંગી જાય છે. જ્યાં ભ્રમ છે ત્યાં ભમાવનાર નિમિત્તો મળે છે. અને ભ્રમ ટળતા સ્થિરતા પ્રદાન કરનાર નિમિત્તો ઉપસ્થિત થાય છે. પાત્ર શિષ્યને ઉપાદાન તૈયાર થતાં, સદ્ગુરુના ઉપદેશ રૂપ બહિરંગ નિમિત્ત કારણ મલ્યું. જે અંતરંગ નિમિત્ત માટે નિમિત્ત બન્યું. અંતરંગ નિમિત્ત રૂપ દર્શન મેહનીય ક્ષય, ઉપશમ કે ક્ષપશમ થયો અને શિષ્ય સમ્યગદર્શનને પામી ગયે. નિજ પદને ઓળખ્યું એટલું જ નહીં અનુભવ્યું. એ અનુભવને આનંદ અલૌકિક, તેની સ્મૃતિ અલૌકિક, તે દશા અલૌકિક. વળી નિજ આત્માને નિજ પદ - જિનપદની એકતારૂપ અનુભવ્યું. જે દશા જિનની તે જ દશા નિજની. એ અનુભવ કે થયે એ બતાવતાં શિષ્ય કહે છે - ભાસ્યું નિજ સ્વરૂપ છે, શુદ્ધ ચેતનારૂપ; અજર, અમર, અવિનાશીને દેહાતીત સ્વરુપ...૧૦ હે પરમ ઉપકારી ગુરુદેવ! મારા સ્વરૂપનાં અન્ય સર્વ આભાસો દૂર થયા અને મૂળભૂત સ્વરૂપનું મને જ્ઞાન થયું. સર્વ જડથી જુદે, પિતાના