________________
કોઈનું કાંઈ લેતા નથી. એના જેવી નિસ્વિંતતાનું સુખ બીજે ક્યાંય મળવાનું નથી.
આજે માનવીના મનને ક્યાંય શાન્તિ નથી, સ્થિરતા નથી, એના મન ઉપર ચિંતાની સમડીઓ આંટા માર્યા જ કરતી હોય છે, કારણ કે માણસ પોતે પોતાની અસ્મિતા ગુમાવી બેઠો છે અને એના કરતાં એનો પડછાયો વધી ગયો છે. જ્યારે માણસ સ્વસ્થ અને સાવધાન નથી રહેતો ત્યારે એના જીવન કરતાં એનો પડછાયો મહાન બની જાય છે.
આમાં ધર્મ જ એ એક એવી ચીજ છે જે માણસના પડછાયાને નિવારી માણસના ચૈતન્યને શાંત, સૌમ્ય અને નિશ્ચિત બનાવશે. જો માણસ પોતે ધર્મનું પાલન કરે છે તો એનું પાલન ધર્મ પણ કરે છે જ. આવો માણસ સાચો ધર્મી છે અને તે સદા સુખી રહે છે, બને છે.
દૈહિક પોષણ માટે કરવો પડે તો પુરુષાર્થ જરૂર કરો, પણ વૃત્તિ એવી રાખો કે મળે તો ઠીક છે; પણ ન મળે તો નરસ અને પરવશ ન બનો.
જીવનમાં જેમ સાધનો વધારે, તેમ એનું દુ:ખ પણ વધારે જ છે. સાધન ઘટાડો અને જુઓ કે શાન્તિ પણ વધે છે ને ! આ દૃષ્ટિ ન રાખે તો માણસના જીવનમાં એનું સાધન જ ક્યારેક ખંજર બની જાય છે, અને તેને ચિંતામાં, ભયમાં મૂકી દે છે.
જીવનમાં દુ:ખ ક્યાંથી આવે છે ? ગયેલું સુખ આંસુથી પાછું આવી શકતું નથી. એટલા માટે તત્વજ્ઞાનીઓએ જીવનમાં ઊંડા ઊતરીને આપણને નવું દર્શન આપ્યું છે, અને તે એ કે દુ:ખ આવે ત્યારે રડવાનો કોઈ અર્થ નથી. ત્યારે એટલું જ વિચારો કે એ ક્યાંથી અને કેવી રીતે આવ્યું ? કોણે ઊભું કર્યું ? અને વિચાર કરતાં તમને જણાશે કે કલ્પેલા સુખમાંથી જ દુ:ખનું સર્જન થાય છે. મળેલું સાધન ચાલ્યું જાય છે ત્યારે માણસને દુ:ખ થાય . કલ્પિત સુખના એ સાધનથી થોડો વખત આનંદ મળે છે, પણ એના અભાવથી દુ:ખની સંકલના શરૂ થાય છે. જીવનની આ બેચેની, સાધનોમાં માનેલા સુખની પાછળ છુપાયેલી છે અને આપણે એ સૂક્ષ્મ દૃષ્ટિથી જોવાનું છે, સમજવાનું છે.
જીવનમાં આવતાં દુ:ખો માટે બીજામાં દોષનું આરોપણ કરવાનો કશો અર્થ નથી, માણસ જ્યારે પોતાની અંદર જ દોષો શોધતો થશે ત્યારે એને પ્રકાશ મળી શકશે. ભગવાન મહાવીરે આપણને આ બતાવ્યું છે. તેમના કાનમાં ખીલા ઠોકાયા છતાં એમણે કંદન ન કર્યું, કે દુ:ખનો એક શબ્દ પણ ન કાઢ્યો. એમણે તો પોતાના આત્માને શીખવ્યું કે પૂર્વજન્મમાં તેં એના કાનમાં સીસું રેડાવ્યું તો આજે એ તારા કાનમાં ખીલા મારે છે; તો આજ તું એનું કર્મ ભોગવી લે.
ધર્મરત્નનાં અજવાળાં * ૧૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org