________________
તેથી હે ભવ્ય છે ! જગતમાંની કેઈ આડી અવળી વસ્તુને પકડવા કરતાં આવા ભગવાનના ચરણ–યુગલને જ દૃઢ પકડવાની મહેનત કરે, શ્રદ્ધાપૂર્વક પકડે, પછી જુઓ કે આ તીર્થકર ભગવાન તમારા માટે શું કરી શકે છે!
શ્રી તીર્થકર ભગવાનનું સાતિશય રુપ જોતાંજ (નિરાકાર રૂપની તો વાત જ શી કરવી !) આંખ નીરખી નીરખીને આસક્ત થઈ જાય, હર્ષાશ્રુઓની ધારાઓ વહેવા માડે, બુદ્ધિ એની પરમ હદે પહોંચી જાય, શબ્દ વર્ણવતાં વર્ણવતાં થાકી જાય અને તે છતાય એ સાતિશય રૂ૫ અનિરીક્ષ્ય, અચિંત્ય અને અવર્ણનીય જ રહી જાય ! એને અર્થ એ પણ નથી કે શબ્દદ્વારા તે એકાંતે અવાચ્ચે જ છે. શ્રી ગણધર ભગવંતાદિના શબ્દો સામર્થ્યવાળા છે. તેઓએ તે શબ્દોમાં રૂપને જકડી લીધું છે. તે શબ્દોમાં તે જ તે રૂપને પામી શકે કે જેની પાસે સમ્યગ્દર્શન હોય. આજે પણ આપણે પાસે પૂર્વાચાર્યોના જે શબ્દ છે, તે તે રૂપને સમજવા માટે પર્યાપ્ત છે. માત્ર જોઈએ સાચી શોધ. કેઈ જે એમ કહે કે પૂર્વાચાર્યોના શબ્દોના આલંબન વિના જ હું તે રૂપને શોધીશ, તો હું તેને કહીશ કે “મહાનુભાવ ' એ મૃગજલ છે, તારે બધો જ શ્રમ વ્યર્થ જશે !' માટે હે ભવ્ય જીવો! પૂર્વાચાર્યોના શબ્દોની કદર કરે.
વિજયાદશમી (સં. ૨૦૨૭) ના સવારમાં ચાર વાગે સ્વપ્ન આવ્યું તેમાં મેં મારી સામે ત્રણ અમૃતના મોટા મેટા નીલ રત્નમય કુંભ જોયા. મારા હાથમાં સોનાની કલમ હતી અને સુંદર કાગળ ઉપર હુ શ્રીતીથી કર ભગવંતની વિશેષતાઓ લખી રહ્યો હતો. ઊંઘ ઊડી ગઈ, આન દો અને પ્રમોદભાવને પાર ન હતો. મેં સ્વપ્નની વાત સ્વ. પ. પૂ. આચાર્ય દેવ શ્રી લક્ષ્મણરીશ્વરજી મ. સા. પાસે રજૂ કરી. તેઓ પ્રસન્ન થયા મેં કહ્યું “આજથી ભગવંત અંગે યથાશકિત લખવાની શરૂઆત કરવી છે, આપ શુભ આશીર્વાદ આપે ” તેઓના શુભાશિષ અને વાસક્ષેપ સાથે મેં લેખનની શરૂઆત કરી. તે દિવસે અઠ્ઠમ તપ કરવાનો વિચાર હતે. પણ સ્વ. પૂ. આચાર્ય દેવે કહ્યું, “આયંબિલ કરે”, એટલે મેં શુદ્ધ
XIX