________________
અતિશયે અને પ્રાતિહાર્યોના વિશેષ સ્વરૂપને સમજવા માટે શ્રી સમવાયાંગ સૂત્ર, મહાનિશીથ સૂત્ર, વીતરાગ સ્તવ, અભિધાન ચિંતામણી, લોકપ્રકાશ વગેરે ગ્રંથોમાં આવતું પ્રસ્તુત વિષયના સ્વરૂપનું મનન મેં ચાલુ રાખ્યું, પ્રયત્ન કરતાં કરતા આ વિષયનું કાઈક રહસ્ય સમજાતું ગયું.
નીચેની ગાથાનું મનન ઉપયેગી થયું
चउतीसअइसयजुआ, अठुमहापाडिहेरकयसोहा । तित्थयरा गयमोहा, झाएअन्वा पयत्तेणं ॥
– તિજયપહુન્ન સ્તવ, ને ૧૦
–ત્રીશ અતિશયોથી સહિત, આઠ મહાપ્રાતિહાર્યોથી શોભતા અને નિર્મોહ શ્રી તીર્થ કર ભગવંતોનું ધ્યાન પ્રયત્ન પૂર્વક કરવું જોઈએ
આ ગાથામાં સંપૂર્ણ ધ્યાન પ્રક્રિયા છે ધ્યાન માટે શ્રી તીર્થકરની આટલી વસ્તુઓ પરમ ઉપયોગી છે (૧) ૩૪ અતિશય, (૨) ૮ પ્રાતિહાર્યો અને (૩) મેહરહિતતા.
આ ગાથામા રૂપસ્થ ધ્યાનનું સ્વરૂપ સ્પષ્ટ છે. બીજા પણ અનેક શાસ્ત્રોમાં રૂપસ્થ ધ્યાનનું વર્ણન છે. તે પણ લગભગ એજ રીતે છે.
વિશેષ સાધના દ્વારા સમજાયું કે ચૌદ પૂર્વના સાર શ્રીપ ચમંગલ મહાશ્રુતસ્કંધ (નવકાર) નુ પણ રહસ્ય પ્રથમ પદ અમો અરિહંતા મા છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ આજ વસ્તુ કહી છે. તો પિતા" નું પણ રહસ્ય અરિહંત પદ અને તેનું રહસ્ય બાર ગુણ છે. તાત્પર્ય કે બાર ગુણોનું આલંબન લીધા વિના શ્રી અરિહંત પરમાત્મા કદાપિ બુદ્ધિવડે પકડાય તેવા નથી. બાર ગુણોના આલબન વિનાનું શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન તે
XVII