________________
શ્રી જિનેન્દ્ર સાધુવેશ અને નિગ્રંથભાવ વિનાના માણસને સાધુ માનીને તેની ઉપાસના કરવા બરાબર છે. બાર ગુણ અને અરિહંતનો અવિનાભાવ સંબંધ છે. કેવલજ્ઞાનની ઉત્પત્તિ થતાં જ તીર્થકરને ૧૨ ગુણ પ્રગટ થાય છે. તે જ ભગવાનનાં લક્ષણ છે એટલે કે ભગવાનને ઓળખવાનાં સાધન છે.
ભગવાન તીર્થકર જ્યારે વિદ્યમાન હોય છે, ત્યારે સમકિતી જો તેઓને આ ૧૨ ગુણે દ્વારા શ્રી તીર્થકરના રૂપમાં ઓળખે છે. મિથ્યાષ્ટિ ભવ્ય જીવો તે જોઈને ચમત્કૃત થતા થતા ધર્મ પામી જાય છે આ ૧૨ ગુણે મહાપ્રભાવશાળી છે, ઉપદેશ વિના પણ દર્શન માત્રથી અનેક જીવોના હૃદયને હચમચાવી નાખનારા છે. શ્રી અરિહંત ભગવંતના મહાન મહિમાનું આ ૧૨ ગુણો મૂર્તિમાન સ્વરૂપ છે. આ ૧૨ ગુણામાં ૮ તો પ્રાતિહાર્યજ છે અને બાકીના ચાર અતિશયે છે : જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયાપગમાતિશય. આ જે છેલ્લા ચાર મૂલ અતિશયે કહ્યા, તેમાં ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાર્ય સમાઈ જાય છે.
એટલું નિશ્ચિત છે કે ૩૪ અતિશ અને ૮ પ્રાતિહાર્યોના ધ્યાન કરતા જગતમાં કોઈ અન્ય સ્થાન પ્રક્રિયા ચઢિયાતી નથી એવી કેઈ ધ્યાન પ્રક્રિયા પણ કઈ પણ ધર્મમાં નથી કે જેને સમાવેશ ૩૪ અતિશય અને ૮ પ્રાતિહાયની ધ્યાન પ્રક્રિયામાં ન થતો હોય. જગતમાં એવું કે ફળ નથી કે જે ૩૪ અતિશયો અને ૮ પ્રાતિહાર્યોથી સહિત ભગવાન તીર્થકર ન આપી શકે. એવા કેઈ પ્રશ્ન નથી કે જેનું નિરાકરણ આવા ભગવાનમાં ન હોય. એવું કંઈ દુખ કે પાપ જગતમા નથી કે આવા ભગવાન સાચા ભાવથી હૃદયમાં આવતાં જ ક્ષણવારમાંજ૧ નાશ ન પામી શકે?
१ त्वत्संस्तवेन भवसन्ततिसंनिवद्धं पापं क्षणात्क्षयमुपैति शरीरभाजाम् ।
– ભક્તામર, ગાથા ૭
XVIII