________________
બધામૃત પારસ સાથે લેહ શલાકા ને અડે, વર્ણ સુવર્ણ તણે પ્રગટે પ્રકાશ જે. એ દિન ૮ જ્ઞાનતણું ફળ વિરતિ તે સ્થિરતા રૂપે, આત્મપ્રદેશે ચંચળતા નહીં લેશ જે; વીર્ય અનંતુ પૂર્ણરૂપે પ્રગટી દીપ, સુખ અનંત પમાય વિના કંઈ ક્લેશ જે. એ દિન૯ પીંપળપાન સમી ચંચળતા પ્રતિપળે, સંગ પ્રસંગે રાગદ્વેષથી થાય છે, કલ્પવૃક્ષ સમ સદ્ગુરુશરણે તે ટળે, ઈચ્છા છોડી વીતરાગ થવાય છે. એ દિન ૧૦
૧૧
અગાસ, ચૈત્ર સુદ ૧૫, ૧૯૮૪ તત ૩ સત અનન્ય શરણના આપનાર એવા શ્રી સદગુરુદેવને અત્યંત ભક્તિથી
નમરકાર હો! નમસ્કાર હે! નમસ્કાર ! “ત્યાગ વિરાગ ન ચિત્તમાં, થાય ને તેને જ્ઞાન, અટકે ત્યાગ વિરાગમાં, તે ભૂલે નિજ ભાન.” યોગીશ્વર ગુરુરાજના, યેગ બળે પલટાય; વિલાસવિષ કળિકાળનું, અમૃતમય થઈ જાય. ક્ષમાશ્રમણ આશ્રમ તણે આશ્રય જે ગ્રહનાર; તપિવનને વેગ્ય તે, તપધનને ધરનાર. દીપાવે રસત્યાગથી નવ દિન નવ પદ સાર;
સપુરુષને આશ્રયે, શ્રીપાલ શ્રવણ અનુસાર, હે અનાથના નાથ ! કલ્પવૃક્ષથી પણ વિશેષ ઉદાર, શ્રમણ ભગવંત! આપને અપાર ઉપકારનું આ અ૫મતિ શું વર્ણન કરે?
અહો ! તારું ગબળ! ધન્ય છે આ કળિકાળમાં જન્મનાર જીવાત્માઓને પણ કે તારું મોક્ષમાર્ગ દેનાર શરણ આવા કાળમાં પણ પ્રાપ્ત થયું. અહોભાગ્ય આ બાળકનાં પણ ઊઘડ્યાં! સત્યપંથે દેરનાર શ્રી સદ્ગુરુદેવ! તારું ભવભવ શરણ છે !
હે પ્રભુ! આ નવપદજી મહોત્સવરૂપ એળીને છેલ્લે દિવસ ચૈત્રી પૂર્ણિમાને છે, પણ પશ્ચાત્ બુદ્ધિ બ્રહ્મ અને “અગમબુદ્ધિ વાણિયા' કહેવાય છે તેવું આ તારા બ્રહ્મપદની ઈચ્છા રાખનાર બ્રહ્મચારીને પશ્ચાતબુદ્ધિ ઊપછ કે આ નવપદનું માહાસ્ય પ્રથમથી અંતરમાં ઊતર્યું નહીં અને રૂઢ ઉપવાસને વળગી રહી બે ઉપવાસની આજુબાજુના દિવસો અંતરવારણું ને પારણના મળી છ દિવસ એળીની તક ગુમાવી. માત્ર ત્રણ વચ્ચેની ઓળીને એકાશન દ્વારા