________________
૨૬
મેધામૃત
હે દયાસિંધુ ! આપ તે પરમ ગંભીર, શાંતમૂર્તિ છે! આ દાસની અજ્ઞાન માળચેષ્ટા તરફ્ અનુકંપાદષ્ટિ રાખશેાજી, કાઈ થાંભલા ઉપર વેલ ચઢાવી હેાય તે તે થાંભલાને આધારે ઊંચે ચઢે છે પણ પવનમાં તે હાલ્યા કરે છે, તેમ આ મન આપના અચળ આશ્રય પ્રાપ્ત થયા છતાં ચંચળ ક્ષુભિત રહ્યા કરે છે તે આલંબનના દોષ નથી પણ મનના જ દોષ છે. પણ વિશેષ વૃદ્ધિ પામતાં વેલા જેમ મજબૂત ને જાડો થાય છે ત્યારે તે દારડાની પેઠે સજજડ વીંટાયેલા રહે છે, જાણે પથ્થરના સ્તંભને આધાર આપવા બાંધી રાખેલું દોરડું હાય તેવા દેખાવ દે છે, તેમ આ મનેાવૃત્તિ આપના પરિચયથી પોષ પામી આપની નિશ્ર્ચળતાનું અનુકરણ કરતાં તદ્રુપ બનશે, એવી શ્રદ્ધા રહે જી.
આ દેહાર્દિ આજથી, વાઁ પ્રભુ આધીન; દાસ, દાસ, હું દાસ છું, આપ પ્રભુનેા દીન.’
વઢકણી ડાસી કાઈને દાન દેતી નહીં, પણ એક વખતે સામે ઘેર જા' કહી કાઈ ભિખારીને ઘર દેખાડવા આંગળી ચીંધી તેના પુણ્યે તેને બે ઘડી ઇન્દ્રનું સિંહાસન મળ્યું, તે દુર્વાંસા ત્યાં થઈ જતા હતા તેમને અર્પણ કર્યું. અને છેવટે તેને વૈકુંઠ મળ્યું ત્યારે દુર્વાસાએ સિંહાસન તયું એમ વાત કહેવાય છે; તેમ આ અનાદિના સંક્લેશપરિચયી જીવ, હે પ્રભુ! આપના કાઈ પરમભક્ત સંતપુરુષોના યોગે અનાયાસે સહવાસમાં આવી જવાથી હવે તે આ હૃદયરૂપ સિંહાસન આપને અર્પણ થયું છે, તે આ. અનાદિકાળનાં કર્મથી દબાયેલા રાંક ડાસી જેવા આ જીવે કંઈ કર્યુંં નથી, માત્ર પરમ પુનિત એવા ‘સદ્ગુરુ સંત સ્વરૂપ તુ’ના ચરણમાં આવી પડવારૂપ પ્રારબ્ધ સેવાય છે. પણ આ આંગળી ચીંધવા જેવા નજીવા કાર્યનું ફળ પણ અર્પષુદ્ધિના ચેાગે વૈકુંઠ—અકુંઠિત સ્થાન—સિદ્ધિ પ્રાપ્ત કરાવે એ લૌકિક કથાના પરમાર્થ તું સત્ય કરશે.
બહિરાતમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હૈ। આતમ ભાવવું, આતમ-અર્પણુ દાવ સુજ્ઞાની; આતમ અર્પણુ વસ્તુ વિચારતાં, ભરમ ટળે મતદાષ સુજ્ઞાની, પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદઘન રસ પાષ સુજ્ઞાની. સુમતિ ચરણકજ આતમ અર્પણા.”
હે પ્રભુ! આ દશા કયારે આવશે?
સદ્ગુરુ જ્ઞાની ગુણવંતા, વીનવે વિનેય રુચિવંતા, ઉરમાં ધરી ઉમંગ અનંતા રે, સદ્ગુરુ હિતકારી. સમ્યક્ દર્શન મેાક્ષની ખારી રે, સદ્ગુરુ હિતકારી, ક્ષમા છે મેાક્ષના દરવાજો, ક્ષમા શ્રમણુ સદ્ગુરુ સાચા; મેાક્ષ વિના કશું નહીં યાચા રે સદ્ગુરુ હિતકારી, સંતકૃપા પરમ ઉપકારી રે, ગુરુ હિતકારી. ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ