________________
મને રૂપિયા મળો એવું ચિંતવે તો રૂપિયા મળી જશે, એવું બનતું નથી પણ પોતે યાચક થઈ જાય છે તરત. ચિંતવન એટલે હું આ સ્વરૂપે છું. હું સાજો છું, હું સારો છું, હું મૂરખ છું, એ પોતે જેવું ચિંતવે તે રૂપ થઈ જાય.
મૂરખ માણસ “હું ડાહ્યો છું ચિંતવે તો ડાહ્યો થતો જાય. આ ચિંતવનોની જ અસર લોકોને થઈ છે. દાદાશ્રી કહે છે, અમે તો કોઈ અસર જ અમારી પર પડવા ના દઈએ. ચિંતવે તેવો થઈ જાય, તો કેમ આની (સંસારી કંદો) ઉપર ચિંતવાય ?
ચોરીનું ચિંતવન કર્યું તો એક્સ્પર્ટ ચોર થાય, એવું છે. “હું પાપી છું' ચિંતવે તો તેવો થાય. ‘હું નિર્બળ છું ચિંતવે તો તેવો થાય.
આત્મા નિર્વિકારી છે પણ અહંકાર ચિંતવે કે “હું વિકારી છું તો તેવો થઈ જાય. મૂળ સ્વભાવિક ગુણ જાય નહીં, ચિંતવેલો ગુણ નાશ પામે. કલ્પનારો અહંકાર છે, તો તેને અડે. અહંકાર વિલય થાય તો પોતે આત્મા જ છે.
મૂળ આત્મા તો શુદ્ધ જ રહે છે. પોતે અહંકારથી જેવું ચિંતવન કરે છે, તેવો થઈ જાય છે. એને “વ્યવહાર આત્મા’ કહ્યો.
એવા સંજોગ બાઝે તો કહેશે, “હું વિકારી છું” તો વિકારી થઈ જાય. એવા સંજોગ બાઝે તો પોતે કહેશે, “હું નિર્વિકારી છું, તો તેવોય થઈ જાય. હું બ્રહ્મચારી છું તો તેવો થાય. “હું શુદ્ધાત્મા છું' તો શુદ્ધ થઈ જાય. અહંકાર છે તો થાય, અહંકાર ના હોય તો કશુંય ના થાય.
વ્યવહાર આત્મા રત્નચિંતામણિ છે અને મૂળ આત્મા અચિંત્ય ચિંતામણિ છે. મૂળ આત્માનું ચિંતવન કરે તો એ મૂળ આત્મા પામે. આ તો આમનો જમાઈ થઉં, આમનો સસરો થઉ એવો રત્નચિંતામણિનો લાભ લે છે, નહીં તો આ ચિંતામણિ તો ઠેઠ આત્મા પમાડે તેમ છે.
દાદાશ્રી કહે છે, હું પહેલેથી જાણતો હતો કે આ રત્નચિંતામણિ છે. તેથી હું મારા આત્માનું ચિંતવન જ કરતો. હું તો સાળો, સસરો થવામાં માનતો હોતો. “હું આત્મા છું, હું આ હોય, હું આ હોય,
45