________________
અધ્યયન : પહેલું વિન ચકૃત
વિનયને અર્થ અહીં અર્પણતા છે. જૈનદર્શનના સિદ્ધાંત પ્રમાણે પરમાત્મા પ્રત્યે અર્પણતા બજાવવાની હોય છે ત્યારે તે ભક્તિ કહેવાય છે. પરંતુ જ્યારે તે ગુરુજન તરફ બજાવવાની હોય છે ત્યારે તે
સ્વધર્મ કે વક્તવ્ય તરીકે ગણાય છે. આ અધ્યયનમાં ગુરુને ઉદ્દેશી, શિષ્ય અને ગુરુના પારસ્પરિક ધર્મો બતાવેલા છે.
અર્પણુતાથી અહંકારને લય થાય છે. અહંકારના નાશ થયા વિના આત્મશાધન થઈ શક્તાં નથી, અને આત્મશોધનના માગ વિના શાંતિ કે સુખ નથી. સૌ કઈ જિજ્ઞાસુને અવલંબન (સત્સંગ)ની આવશ્યકતા હોય જ છે.
ભગવાન બોલ્યા : (૧) સંયોગથી વિશેષ કરીને મુકાયેલા અને ઘરબારના બંધનથી છૂટેલા ભિક્ષુના,
વિનયને પ્રકટ કરીશ. તમે કમપૂર્વક અને સાંભળો.
ધ : સંયોગ એટલે આસક્તિ. આસક્તિ છૂટે ત્યારે જ જિજ્ઞાસા જાગે. એટલે ઘરબારનું મમત્વ ઊડી જાય. આવી ભાવના શું આપણે જીવનમાં નથી અનુભવતા ? (૨) જે આજ્ઞાને પાળનાર, ગુરુની નિકટ રહેનાર અને ઈગિત તથા આકાર.
(મભાવ તથા મુખાદિના આકાર)ને જાણનાર હોય તે વિનીત કહેવાય છે.
ધ : આજ્ઞાપાલન, પ્રીતિ અને વિચક્ષણતા – આ ત્રણે ગુણો અપણુતામાં હોવા જોઈએ. નિકટને અર્થ પાસે રહેવું તેટલું જ નથી પણ હૃદયમાં સ્થાન જમાવવું તે છે. (૩) આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર, ગુરુજનોના હૃદયથી દૂર રહેનાર, શત્રુસમાન
(વિરેધી) અને અવિવેકી પુરુષ અવિનીત કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org