________________
(૧૪) આંખેથી ખરાખર તે વસ્તુઓને જુએ, પછી પૂ ંજે ત્યારબાદ મૂકે અને વાપરે.
ઉત્તરાધ્યયન સ્ત્ર
જ તેને લે,.
નોંધ : નાના ગાચ્યા કે જે સંયમીનું પૂંજવાનું ઉપકરણ ગણાય છે. જેનાથી સૂક્ષ્મ જીવા પણ ન હણાય તેવી રીતે પાત્રો વગેરે સાફ કરવાની ક્રિયાને પરિમાČન (પૂજવું) કહેવાય છે.
(૧૫) મળ, મૂત્ર, અળખા, નાસિકાના મેલ કે શરીરના અવયવેાના મેલ તથા અપથ્ય આહાર, ન પહેરી શકાય તેવુ... જીણુ થયેલું વસ્ત્ર અને કોઈ ભિક્ષુનુ મૃત શરીર કે તે સિવાયની ખીજી ક્ષેપણીય (ફેંકી દેવાયાગ્ય નકામી) વસ્તુએ હાય તેને (જ્યાં ત્યાં ન ફેંકતાં) ઉચિત જગ્યાએ જ નાંખવી.
નોંધ : પરિહાય ચીજ અસ્થાને ફેંકવાથી ગંછી, રોગ અને ઉપદ્રવ થાય, જીવજંતુઓની હિંસા થાય અને એવા ધણા મહાદેાષા અને તેથી જ જૈન`ન વૈજ્ઞાનિક, વૈશ્વિક અને ધા`િક દૃષ્ટિના અપૂર્વ સમન્વય કરી બતાવે છે. (૧૬) તે સ્થાન દસ પ્રકારનાં વિશેષણાથી યુક્ત હેાવુ જોઈએ. તેમાં પ્રથમ વિશેષણના ચાર ભેદ કહે છે : ૧. તે વખતે કોઈ પણ મનુષ્ય આવતું જતું ન હોય અને કેઈ દેખતુ ણુ ન હોય તેવુ' સ્થાન. ૨. કોઈ મનુષ્ય પાસે આવતું નથી પણ દૂરથી જુએ છે. ૩. કોઈ મનુષ્ય આવે છે પણ તે દેખતું નથી, ૪. કાઈ મનુષ્ય આવે પણ છે... અને દેખે પણ છે.
(૧૭) ૧. ઉપરના ચાર ભેદ પૈકી પહેલા ભેદવાળુ સ્થાન જોઈ (અર્થાત્ કોઈ આવતું નથી તે દેખતું પણ નથી) ત્યાં જ તે ક્રિયા વળી સ્થાન ૨. પાતાને કે પરને દુ:ખ ઉપજાવે નહિ તેવું હાય. ૩. તે ભૂમિ પણ સમ હોય.
કરવી.
(૧૮) ૪. તે સ્થાન ધાસ, પાંદડાં કે વનસ્પતિ રહિત હાય ૫. તે ભૂમિ અચિત્ત (કીડી, કુંથવા વગેરે જીવા રહિત) હાય. ૬. તે સ્થાન સાવ સાંકડું નહિ પણ પહેાળુ હોય. ૭. તેની નીચે પણ અચિત્ત ભૂમિ હેય. ૮. પોતે જે સ્થાને હાય ત્યાંથી સાવ નજીક નહિ પણ દૂર હેાય. ૯. જ્યાં ઉંદર વગેરેનાં દર ન હેાય. ૧૦. ત્રસ પ્રાણીએ કે ખીજ ન વેરાયાં હોય તેવા શુદ્ધ સ્થાનમાં જ મળમૂત્રાદિ ક્રિયાએ કરવી જોઈએ. (૧૯) એ પાંચે સમિતિએ બહુ સ ંક્ષેપમાં કહી હવે ત્રણ ગુપ્તિએને અનુક્રમે કહીશ : (આ પ્રમાણે જંબૂ પ્રત્યે સુધ'સ્વામી ખેલ્યા.)
નોંધ : સમિતિઓના અધિક વિસ્તાર આચારાંગાદિ સૂત્રોમાં જોઈ લેવે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org