________________
અવાજીવવિભક્તિ (૧૬૪) પાંચમી નરકમાં આયુષ્યની સ્થિતિ જધન્ય દસ સાગરોપમની અને ઉત્કૃષ્ટ
સત્તર સાગરોપમની છે. (૧૬૫) છઠ્ઠી નરકમાં આયુષ્યની સ્થિતિ જધન્ય સત્તર સાગરોપમની અને ઉત્કૃષ્ટ
બાવીસ સાગરોપમની છે. (૧૬૬) સાતમી નરકમાં આયુષ્યની સ્થિતિ જઘન્ય બાવીસ સાગરોપમની અને
ઉત્કૃષ્ટ તેત્રીસ સાગરેપમની છે. (૧૬૭) નરકના જીવોને જેટલી ઓછામાં ઓછી કે વધુમાં વધુ આયુષ્યસ્થિતિ હોય
છે તેટલી જ કાયસ્થિતિ હોય છે.
નેધ : નરક અને દેવગતિનું આયુષ્ય ભોગવ્યા બાદ અંતર વગર બીજે જ ભવે તે ગતિમાં જવાતું નથી. તેથી જ આયુષ્યસ્થિતિ અને કાયસ્થિતિ સમાન કહી છે. (૧૬૮) નારકીના જીવો પોતાની કાયાને છોડીને ફરીથી તે જ કાયા પામે તેની
વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ
સુધીનું હોય છે. (૧૬૯) એ નરકનાં જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે
ભેદે થાય છે. (૧૭૦) તિર્યંચ પંચેંદ્રિય જીવો બે પ્રકારના કહ્યા છે: ૧. સંમૂછિમ પંચૅન્દ્રિય
અને ૨. ગર્ભાજપંચેંદ્રિય. (૧૭૧) તે બેઉના ત્રણ ત્રણ ભેદો છે. ૧. જલચર, ૨. સ્થલચર અને ૩. ખેચર A (આકાશમાં ચરનારા). હવે ક્રમથી તેના પેટા ભેદને કહું છું: મને સાંભળો. (૧૭૨) જલચરના ભેદો આ પ્રમાણે છે : ૧. માછલાં, ૨. કાચબા, ૩. ગ્રાહ,
૪. મગર અને ૫. સુસુમાર. એમ જલચરના પાંચ ભેદો જાણવા. (૧૭૩) તે બધા જ આખા લેકમાં નહિ, પણ લેકના અમુક ભાગમાં રહેલા
છે. હવે તેઓના કાલવિભાગને ચાર પ્રકારે કહીશ : (૧૭૪) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની
અપેક્ષાએ તે આદિ અને અંતસહિત છે. (૧૭૫) જલચર પંચેન્દ્રિય જીવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને
વધુમાં વધુ એક પૂર્વ કોટીની કહી છે.
નોંધ : એક પૂર્વનાં સીતેર લાખ કરોડ અને ૫૬ હજાર કરોડ વર્ષ થાય. એવા એક કોડ પૂર્વની સ્થિતિને એક પૂર્વ કેટી કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org