________________
જીવાવવિભક્તિ (૧૩૬) ત્રણ ઈદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે કહ્યા છે.
હવે તેઓના પેટા ભેદોને કહું છું. તે સાંભળો. (૧૩૭) ૧. કુંથવા, ૨. કીડી, ૩. (ચાંચડ) ઉદ્દશા, ૪. ઉકલીઆ, ૫. તૃણાહારી,
૬. કાષ્ઠાહારી, ૭. માલુગા અને ૮. પત્તાહારી(૧૩૮) ૯. કપાસના બીજમાં થનારા છો, ૧૦. તિન્દુક, ૧૧. મિંજકા, ૧૨.
સદાવરી, ૧૩. ગુલ્મી, ૧૪. ઈંદ્રગા અને ૧૫. મામણમુંડા એમ અનેક
પ્રકારના કહ્યા છે. (૧૩૯) તે બધા આખા લેકમાં નહિ પણ લોકના અમુક ભાગમાં રહ્યા છે. (૧૪૦) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. અને આયુષ્યની • અપેક્ષાએ અંતસહિત છે. (૧૪૧) ત્રણ ઈદ્રિયવાળા જીવોની આયુષસ્થિતિ ઓછામાં ઓછી અંતર્મદ
અને વધુમાં વધુ ૪૯ દિવસની હોય છે. (૧૪૨) ત્રણ ઈદ્રિયવાળાની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધી ઓછામાં ઓછી
અંતર્મુહૂત અને વધુમાં વધુ સંખ્યાત કાળ સુધીની કહી છે. (૧૪૩) ત્રણ ઈદ્રિયવાળા જીવો પોતાની કાયાને છોડીને ફરીથી ત્રણ ઈકિય કાયા
પામે તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂત અને વધુમાં વધુ
અનંત કાળ સુધીનું છે. (૧૪૪) એ ત્રણ ઈદ્રિયવાળા જેના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી
હજારે ભેદ થાય છે. (૧૪૫) ચાર ઈદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના છે. હવે
તેઓના પેટા ભેદોને કહું છું. તે સાંભળો. (૧૪૬) ૧. અંધિયા, ૨. પિતિયા, ૩. માખી, ૪. મચ્છર, ૫. ભમરા, ૬. કીડ,
૭. પતંગિયા, ૮. ઢિકણ, ૯. કંકણું(૧૪૭) ૧૦. કુકુટ, ૧૧. સિંગરીટી, ૧૨. નંદાવૃત્ત, ૧૩. વીંછી, ૧૪. ડોલા,
૧૫. ભીંગારી, ૧૬. ચીરલી, ૧૭. અક્ષિવેધક. (૧૪૮) ૧૮. અછીલ, ૧૯. માગધ, ૨૦. રોડ, ૨૧. વિચિત્ર પાંખવાળા, ૨૨.
જલકારી, ૨૩. ઉપાધિ જલકા ૨૪. નીચકા અને ૨૫. તામ્રકા.
નેધ : આ બધાં દેશી ભાષા પર ભિન્ન ભિન્ન નામો છે. (૧૪૯) એ પ્રમાણે ચાર દઈદ્રિયવાળાં છો અનેક પ્રકારના કહ્યા છે. તે બધા
લોકના અમુક વિભાગમાં જ રહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org