________________
વાવવિભક્તિ (૨૦૭) વૈમાનિક દેવ પણ બે પ્રકારના કહ્યા છે. ૧. કલ્પવાસી અને ૨. અક૫--
વાસી [કલ્પાતીતી. (૨૦૮) કલ્પવાસી દેવે બાર પ્રકારના હોય છે : ૧. સૌધર્મ, ૨. ઈશાન, ૩.
સનતકુમાર, ૪. મહેન્દ્ર, ૫. બ્રહ્મલેક, ૬. લાંતક. (૨૦૯) ૭. મહાશુક, ૮. સહસ્ત્રાર, ૯. આનત, ૧૦, પ્રાણ, ૧૧. આરણ અને
૧૨. અય્યત તે બધા દેવલમાં વસતા દેવ બાર પ્રકારના કલ્પવાસી
દેવ કહેવાય છે. (૨૧૦) ૧. રૈવેયક અને ૨. અનુત્તર એમ બે પ્રકારના કલ્પાતીત દેવે કહ્યા છે..
ત્યાં રૈવેયક નવ પ્રકારના છે. (૨૧૧) રૈવેયક દેવની ત્રણ ત્રિકો છે: ૧. હેઠેની, ૨. મધ્યમ અને ૩. ઉપરની.
અને તેના પણ એક એક ત્રિકના ૧. નીચેનું, ૨. મધ્યમ અને ૩. ઉપર એમ પેટા ભેદો મળી કુલ નવ થાય છે.] ૧. હેઠલી ત્રિકની નીચેના સ્થાનના દેવો, ૨. હેઠલી ત્રિકના મધ્યમ સ્થાનના દેવો, ૩. હેઠલી ત્રિકની
ઉપરના સ્થાનના દે. (૨૧૨) ૪. મધ્યમત્રિકના હેઠેના સ્થાનના દેવે, ૫. મધ્યમત્રિકના મધ્યમસ્થાનના
દેવો અને ૬. મધ્યમત્રિકના ઉપરના સ્થાનના દે. (૨૧૩) ૭. ઉપલીત્રિકના હેઠેના સ્થાનના દેવ, ૮. ઉપલત્રિકના મધ્યમસ્થાનના
દે અને ૯. ઉપલીત્રિકના ઉપરના સ્થાનના દે. એમ નવ પ્રકારના
વેયક દેવે કહ્યા છે. અને ૧. વિજય, ૨. વૈજયંત, ૩. જયંત, ૪.
અપરાજિત – (૨૧૪) અને ૫. સર્વાર્થસિદ્ધ. એમ પાંચે અનુત્તર વિમાનમાં રહેનારા વૈમાનિક દેવો
આવી રીતે અનેક પ્રકારના છે. (૨૧૫) આ બધા દે લોકના અમુક ભાગમાં જ રહ્યા છે. હવે તેઓના કાળ વિભાગને
ચાર પ્રકારે કહીશ. (૨૧૯) પ્રવાહની અપેક્ષાએ તે બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્યની
અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૨૧૭) ભવનપતિ દેવની આયુષ્યસ્થિતિ જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક
સાગરેપમથી થોડી અધિક રહી છે. (૨૧૮) વ્યંતર દેવોની આયુષ્ય સ્થિતિ જઘન્ય દસહજાર વર્ષની અને ઉત્કૃષ્ટ એક
પલ્યોપમની કહી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org