Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 303
________________ ઉત્તરાયન સૂત્ર (૨૪૮) ત્યારબાદ ઘણું વર્ષ સુધી શુદ્ધ ચારિત્ર પાળીને નીચેના ક્રમથી પિતાના આત્માનું દમન કરે. (૨૪૯) જેિ તપશ્ચર્યા દ્વારા પૂર્વ કર્મોને તથા કષાયોને ક્ષય થાય તેવી દીધું તપશ્ચર્યા વિધાન કહે છે તે સંલેખના [આત્મદમન કરનારી તપશ્ચર્યા ઓછામાં ઓછા છ માસની, મધ્યમ રીતે એક વર્ષની અને વધુમાં વધુ બાર વર્ષની હોય છે. (૨૫૦) પહેલાં ચાર વર્ષમાં પાંચ વિગય [ઘી, ગોળ, તેલ વગેરેને ત્યાગ કરે અને બીજાં ચાર વર્ષ સુધી ભિન્નભિન્ન પ્રકારની તપશ્ચર્યા કરે. (૨૫૧) નવમું તથા દસમું એમ એ બન્ને વર્ષો પર્યત ઉપવાસ અને એકાંતર ઉપવાસને પારણે આયંબિલ કરે અને અગિયારમા વર્ષ પહેલાં છ માસ સુધી અધિક તપશ્ચર્યા ન કરે. (૨૫૨) અગિયારમા વર્ષના પાછલા છ માસમાં તો છઠ અઠમ એવી આકરી તપશ્ચર્યા કરે અને વચ્ચે વચ્ચે તે જ સવંત્સરમાં આયંબિલ તપ પણ કરે. નોંધ : આયંબિલ એટલે રસવિહીન ભજન, માત્ર એક જ વખત કરે. (૨૫૩) તે મુનિ બારમે વર્ષે પ્રથમ અને છેડે સરખું તપ કરે. [પ્રથમ આયંબિલ વચ્ચે બીજુ તપ અને વળી તે વર્ષને અંતે આયંબિલ કરે તે કોટી સહિત આયંબિલ તપ કહેવાય, અને વચ્ચે વચ્ચે માસખમણ કે અર્ધ મા ખમણ જેવી મોટી નાની તપશ્ચર્યા કરી આ રીતે બાર વર્ષ પૂરાં કરે. નેધ : આવી તપશ્ચર્યા કરતી વખતે વચ્ચે કે તપશ્ચર્યા પછી મરણને અવસર આવે ત્યારે મરણુપર્યતનું અણુસણું કરવાનું હોય છે. જે વિગત આગળ આપી છે. તે વખતે સુંદર ભાવના હોવી જોઈએ. (૨૫૪) ૧. કાંદપી, ૨. આભિયોગી, ૩. કિબિષિકી, ૪. આસુરી વગેરે અશુભ ભાવનાઓ મરણ વખતે આવી જીવને ખૂબ કષ્ટ આપે છે અને તે બધી દુગતિના હેતુભૂત થાય છે. (૨૫૫) જે જીવો મિથ્યાત્વદર્શન (અસત્ય પ્રેમી)માં રક્ત, જીવઘાત કરનાર અને - નિયાણું કરનાર [ડા માટે ઘણું વેડફી નાખનાર] હોય છે અને તે ભાવનામાં મરે છે તેવા જીવોને ધિલાભ બહુ જ દુર્લભ થાય છે. નોંધ : બોધિલાભ એટલે સમ્યકત્વની પ્રાપ્તિ. (૨૫૬) જે છ સમ્યકત્વ દર્શનમાં રક્ત, નિયાણુને ન કરનાર અને શુકલેશ્યા [ઉજજવલ અંતઃકરણના પરિણામને ધારણ કરવા વાળા હોય છે અને તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 301 302 303 304 305 306