Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 299
________________ ર૬૬ ઉત્તરાચીન સૂત્ર તેને સંપૂમિ મનુષ્યો કહે છે. ગર્ભજની જેમ તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદ નથી. (૧૯૭) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંત રહિત છે પણ આયુષ્યની અપેક્ષાએ આદિ અને અંતસહિત છે. (૧૯૮) ગર્ભજ મનુષ્યોની આયુષ્ય સ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમની કહી છે. નોંધ : સંમૂછિમ મનુષ્યની તે જઘન્ય અને ઉત્કૃષ્ટ માત્ર અંતર્મુહૂર્તની હોય છે, અને કર્મભૂમિ મનુષ્યની જઘન્ય અંતમુહૂત અને ઉત્કૃષ્ટ કોડ પૂર્વની હોય છે. અહીં તો સર્વ મનુષ્યની અપેક્ષાએ ઉપરની સ્થિતિ લીધી છે. (૧૯) ગર્ભજ મનુષ્યોની કાયસ્થિતિ જઘન્ય અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ અને અધિક પૃથક પૂર્વકૅટિની જાણવી. નેધ : કેઈ જીવ સાત ભવ તો એક એક પૂર્વ કોટિના અને આઠમો ત્રણ પલ્યોપમના આયુષ્યને ભવ કરે, તે અપેક્ષાએ તેટલું વધુ કહ્યું છે, મનુષ્યની કાયા લાગલગટ સાત કે આઠ ભવ સુધી વધુમાં વધુ મળે તો મળી શકે છે. (200) ગર્ભજ મનુષ્યો પિતાની કાયા છોડીને તે કાયા ફરીથી પામે, તેની વચ્ચેનું અંતર જધન્ય અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટ અનંતકાળ સુધીનું હોય છે. (૨૦૧) તેઓના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારો ભેદો થાય છે. (૨૦૨) સર્વજ્ઞ ભગવાનોએ દેવે ચાર પ્રકારના કહ્યા છે. તેનું વર્ણન કરું છું. તમે સાંભળે ? ૧. ભવનવાસી [ભવનપતિ), ૨. વ્યંતર, ૩. જ્યોતિષ અને ૪. વૈમાનિક. (૨૦૩) ભવનવાસી દેવો દશ પ્રકારના, વ્યંતર આઠ પ્રકારના, જ્યોતિષ્કાર પાંચ પ્રકારના અને વૈમાનિક દેવો બે પ્રકારના હોય છે. (૨૦૪) અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દીપકુમાર, ઉદધિકુમાર, દિસિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર. એમ દશ પ્રકારના ભવનવાસી દેવો હોય છે. (૨૦૫) ૧. પિશાચ, ૨. ભૂત, ૩. યક્ષ, ૪. રાક્ષસ, ૫. કિન્નર, ૬. કિંગુરુષ, ૭. મહોરગ અને ૮. ગાંધર્વ. એમ આઠ પ્રકારના વ્યંતર દે છે. (૨૦૬) ૧. ચંદ્ર, ૨. સૂર્ય, ૩. નક્ષત્ર, ૪. ગ્રહ અને ૫. તારાઓ એમ પાંચ પ્રકારના જ્યોતિર્ષિ દેવતાઓ હોય છે. આમાંના જીવ જે મનુષ્યક્ષેત્રમાં છે તે. બધા ગતિ કરનારા અને મનુષ્ય ક્ષેત્રની બહાર રહેનારા સ્થિર હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 297 298 299 300 301 302 303 304 305 306