________________
ઉત્તરાયયન યુ (૧૨૩) વાયુકાયના જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં
ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્ય કાળની કહી છે. (૧૨૪) વાયુકાયના જીવો પોતાની વાયુકાયને છેડીને ફરીથી તે કાયા પામે તેની
વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત અને વધુમાં વધુ અનંત કાળ
સુધીનું હોય છે. (૧૫) એ વાયુકાય જીવોના વર્ણ, ગંધ, રસ સ્પર્શ અને સંસ્થાનથી હજાર
ભેદો થાય છે. (૧૨) મોટા ત્રસકાયવાળા (બે ઈકિયાદિ) જીવો ચાર પ્રકારના કહ્યા છે. ૧. બે
ઈદ્રિયવાળા, ૨. ત્રણ ઈદ્રિયવાળા ૩. ચાર ઈદ્રિયવાળા અને ૪. પાંચ
ઈદ્રિયવાળા. (૧૨૭) બે ઇંદ્રિયવાળા જીવો પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારના કહ્યા છે.
હવે તેઓના ભેદને કહું છું તે સાંભળે. (૧૨૮) ૧. કરમિયા (વિષ્ટામાં ઉત્પન્ન થાય તે), ૨. અણસિયા, ૩. સૌમંગલ
(એક પ્રકારના જીવ), ૪. માતૃવાહક, ૫. વાંસી મુખા, ૬. શંખ, ૭.
નાના શૃંખલા – (૧૨૯) ૮, કાષ્ઠ ખાનાર પલુક, ૯. કેડા, ૧૦. જળ, ૧૧. દુષ્ટ રક્તકર્ષણ,
અને ૧૨. ચાંદણુઆ. (૧૩૦) એ પ્રમાણે બે ઈદ્રિય જીવો ઘણું પ્રકારના કહ્યા છે, અને તે બધા લોકના.
એક ભાગમાં રહ્યા છે. (૧૩૧) પ્રવાહની અપેક્ષાએ બધા અનાદિ અને અંતરહિત છે. પણ આયુષ્ય.
સ્થિતિની અપેક્ષાએ આદિ અને અંત સહિત છે. (૧૩૨) બે ઈદ્રિયવાળા જીવોની આયુષ્યસ્થિતિ ઓછામાં ઓછી અંતમુહર્ત અને
વધુમાં વધુ બાર વર્ષની કહી છે. (૧૩૩) બે ઈદ્રિયવાળા જીવોની કાયસ્થિતિ તે કાયા ન મૂકે ત્યાં સુધીની ઓછામાં - ઓછી અંતમુહૂર્ત અને વધુમાં વધુ અસંખ્યાત કાળ સુધીની કહી છે (૧૩૪) બે ઈદ્રિયવાળા જ પિતાની કાયા છેડીને ફરીથી બે ઈદ્રિય કાયા પામે
તેની વચ્ચેનું અંતર ઓછામાં ઓછું અંતમુહૂર્ત અને વધુમાં વધુ અનંત
કાળ સુધીનું હોય છે. (૧૩૫) એ બે ઈદ્રિય જીવોના વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને સંસ્થાનથી હજારે.
ભેદો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org