________________
અધ્યયન : ત્રીસ
તપો માર્ગ
આ સંસાર આધિભૌતિક, આધિદૈવિક અને આધ્યાત્મિક દુખેથી ઘેરાયેલો છે. સંસારના સર્વ જી આધિ, વ્યાધિ અને ઉપાધિથી હણાઈ રહ્યા છે. કેઈ વખતે શારીરિક તે કઈ વખતે માનસિક એમ દર્દોની તડામાર લાગી રહી છે, અને એ વ્યાધિથી બેજાર થયેલા જ તેનું નિવારણ સતત ઈચ્છી રહ્યા છે.
દરેક કાળમાં દરેક ઉદ્ધારક પુરુષ ભિન્નભિન્ન પ્રકારનાં ઔષધ માપે છે. ભગવાન મહાવીરે સર્વ સંકટોના નિવારણ માટે એક માત્ર ઉત્તમ કોટિની જડીબુટ્ટી આપી છે કે જે તપશ્ચર્યાને નામે ઓળખાય છે.
તપશ્ચર્યા મુખ્યત્વે બે પ્રકારમાં વિભક્ત કરી છે કે જે આંતરિક અને બાહ્યના નામે પ્રસિદ્ધ છે.
બાહા તપશ્ચર્યા ખાસ કરીને અપ્રમત્ત રાખવા અર્થે છે. જે શરીર પ્રમાદી હોય તે તેની પ્રવૃત્તિ પાપ તરફ ઢળતી હોય છે અને તેવી પરિસ્થિતિમાં શરીર તથા ઈન્દ્રિયો સાધકને બદલે બાધક થઈ પડે છે. જ્યારે શરીર અપ્રમત્ત અને સંયમી બને ત્યારે જ આત્મ જિજ્ઞાસા જાગે છે અને ચિંતન, મનન, યોગાભ્યાસ, દયાન વગેરે આત્મસાધનાનાં અંગમાં પ્રવૃત્ત થઈ શકે છે.
તેથી જ બાહાતપશ્ચર્યામાં અણુસણ (ઉપવાસ), ઉદરી (અલ્પાહાર), ભિક્ષાચરી (મળેલાં સાધનોને પણ પરિમિત જ ઉપયોગ કરવો), રસ પ્રરિત્યાગ (સ્વાદેન્દ્રિય નિગ્રહ), કાયકલેશ (દેહ દમનની ક્રિયા) અને ઉ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org