________________
તપમાગ . (૨૪) દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જે જે વર્ણન કર્યું એ ચારે નિયમો
સહિત થઈ જે ભિક્ષુ વિચરે તે પર્યાવચર તપશ્ચર્યા કરનાર કહેવાય છે.
નેધ : પર્યવ એટલે જેમાં ઉપર કહેલા ચારે અંશ હોય તે તપને પર્યાય ઉણોદરી તપ કહેવાય છે. (૨૫) આઠ પ્રકારની ગોચરીમાં અને સાત પ્રકારની એષણામાં જે જે બીજા અભિ
ગ્રહો ભિક્ષ રાખે છે તે ભિક્ષાચરી તપ કહેવાય છે.
નેધ : ત્રીજી તપશ્ચર્યાને અન્ય અંગોમાં વૃત્તિ સંક્ષેપ પણ કહેલ છે. વૃત્તિ સંક્ષેપ એટલે જીવનની જરૂરિયાત ઓછામાં ઓછી કરી નાખવી તે ત્રીજુ બાહ્ય * તપ કહેલ છે. (૨૬) દૂધ, દહીં, ઘી વગેરે રસે તથા સંસ્કારી રસિક ભોજન તથા બીજા પણ
રસનો ત્યાગ કરવો તે રસપરિત્યાગ નામની તપશ્ચર્યા કહેવાય છે. (૨૭) વીરાસન (ખુરસી જેવું આસન) વગેરે વિવિધ આસને કાયાને અપ્રમત્ત
રાખી સુખ કરનાર નીવડે છે. તેવાં કડક આસને કરી કાયાને કસવી તે કાય
કલેશ નામનું તપ કહેવાય છે. (૨૮) એકાંત કે જ્યાં સ્વાધ્યાય ધ્યાનની અનુકૂળતા મળે, કોઈ ન આવે જાય એવા
સ્ત્રી, પશુથી રહિત સ્થાનમાં શયન તથા આસનનું સેવન કરવું તે સંસીનતા
નામનું તપ કહેવાય છે. (૨૯) એ પ્રકારે સંક્ષેપથી બાહ્ય તપ કહ્યું. તેમજ સંક્ષેપથી કમપૂર્વક આંતરિક
તપ કહીશ. (૩૦) પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ એ છ અત્યંતર
તપ છે. (૩૧) ભિક્ષુ આલોચનાદિ દસ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત વહન કરે છે તે પ્રાયશ્ચિત્ત તપ
કહેવાય છે.
નેધ : પ્રાયશ્ચિત્ત એટલે પાપનું છેદન કરવું. તેના દસ પ્રકાર છે : ૧. -આલોચના. ૨. પ્રતિક્રમણ, ૩. તદુભય, ૪. વિવેક, ૫. વ્યુત્સર્ગ, ૬. તપ, ૭. વેદ, ૮. મૂલ, ૯. ઉપસ્થાન અને ૧૦. પારંચિક વિશેષ વિવરણ છેદ સૂત્રોમાં જુએ. (૩૨) ૧. ગુર્વાદિકની સામે જવું, ૨. તેમને બે હાથ જોડવા, ૩. આસન આપવું,
૪. ગુરુની અનન્ય ભક્તિ કરવી અને ૫. હૃદયપૂર્વક સેવા કરવી તે વિય કહેવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org