________________
જીવાવવિભકિત
૨૪૯ જીવાત્માને પ્રથમ જગતના પદાર્થોને યથાર્થ સ્વરૂપે જાણવાની ઈચ્છા થાય તેને જિજ્ઞાસા કહેવાય છે. આવી જિજ્ઞાસા પછી તે જગતનાં બધાં તત્તમાંથી મૂળભૂત બે તને તારવી લે છે. એ તારવ્યા પછી જીવની ચેતન્ય તત્વ પર રુચિ ઢળે છે. અને તુરત જ એ શુદ્ધ બનવા માટે શુદ્ધ ચૈતન્યની પ્રતીતિ કરી આગળ વધે છે. જીવનતત્વનાં ભિન્નભિન્ન સ્વરૂપને જાણ્યા પછી સ્વયં અજીવતત્ત્વ અને એ બને તત્વનાં સંગિક બળને વિચાર કરી લે છે.
આખા સંસારનું સ્વરૂપ તેના લક્ષ્યમાં આવી ગયા પછી આત્માભિમુખ થઈ એ અનુભવ પિતામાં કરતો રહે છે અને આત્મલક્ષ્યની દેરી પર ધ્યાન આપી વર્તમાન કર્મોને રોધ કરે છે. પછી પૂર્વ કર્મોના સંગથી છૂટે છે અને એમ થતાં શુદ્ધ ચૈતન્ય બને છે.
ભગવાન બોલ્યા : (૧) જેને જાણીને ભિક્ષુ સંયમમાં ઉપગપૂર્વક ઉદ્યમવંત થાય છે તે જીવ અને
અજીવના જુદા જુદા ભેદોને કહું છું કે તમે એકાગ્ર ચિત્તથી મને સાંભળો. (૨) જેમાં જીવ અને અજીવ એ બને તો હોય તેને તીર્થકરેએ લેક કહ્યો
છે. અજીવને એક દેશ એટલે કે જ્યાં માત્ર આકાશ છે – બીજા કેઈ પદાર્થ
નથી – તેને અલેક કહ્યો છે. (૩), જીવ અને અજીનું નિરૂપણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર
પ્રકારથી થાય છે. (૪) મુખ્ય રૂપી અને અરૂપી એમ અજીવ તત્ત્વના બે ભેદ થાય. તેમાં રૂપી - ચાર પ્રકારનાં અને અરૂપી દસ પ્રકારનાં છે. (૫) ધર્માસ્તિકાયના ૧. સ્કંધ. ૨. દેશ અને ૩. પ્રદેશ અને અધર્માસ્તિકાયના
૪. સ્કંધ, ૫. દેશ તથા ૬. પ્રદેશ. (૬) અને આકાશાસ્તિકાયના ૭. સકંધ, ૮. દેશ અને ઉ. પ્રદેશ તથા ૧૦.
અધ્યાસમય (કાળતત્ત્વ), એમ બધા મળી અરૂપીના દસ ભેદ થાય છે. - ' નેંધ : કોઈ પણ સંપૂર્ણ દ્રવ્યના આખા વિભાગને સ્કંધ કહેવાય છે. સ્કંધના અમુક કલ્પેલા વિભાગને દેશ કહેવાય છે અને સૌથી નાને. વિભાગ કે જેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org