Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 253
________________ ૨૨૦ ઉત્તરાયયન સુત્ર વૃક્ષની ઉપર પક્ષીઓ જેમ (ધસી આવી) પીડા ઉપજાવે છે તેમ ઈદ્રિયોના વિષયમાં ઉન્મત્ત બનેલા મનુષ્યની ઉપર કામભોગે (પણ ધસી આવી) પીડા કરે છે. (૧૧) જેમ ઘણાં કાછોથી ભરેલા વનમાં પવનના ઝપાટા સાથે ઉત્પન્ન થયેલ દાવાગ્નિ બુઝાતું નથી તેમ વિવિધ જાતના રસવાળા આહાર ભોગવનાર બ્રહ્મચારીને ઈદ્રિયરૂપ અગ્નિ શાંત થતો નથી. અર્થાત કે રસ સેવન કોઈ પણ મનુષ્યને હિતકારી નથી. (૧૨) જેમ ઉત્તમ ઔષધેથી રેગ પરાજય પામે છે તેમ દમિતેન્દ્રિય, એકાંત, શયન, આસન, ઇત્યાદિને ભગવનાર તેમ જ અલ્પાહારી મુનિના ચિત્તને રાગરૂપ શત્રુઓ પરાભવ કરી શકતા નથી (અર્થાત કે આસક્તિ તેના ચિત્તને ખળભળાવી શકતી નથી). (૧૩) જેમ બિલાડાના સ્થાનની પાસે ઊંદરાનું રહેવું પ્રશસ્ત ઉચિત નથી તેમ સ્ત્રીઓના સ્થાન પાસે બ્રહ્મચારી પુરુષને નિવાસ પણ યોગ્ય નથી. અર્થાત જોખમ ભરેલું છે. નોંધ : બ્રહ્મચારીને જેમ સ્વાદેન્દ્રિયને સંયમ અને સ્ત્રીસંગ ત્યાગ આવશ્યક છે તે જ પ્રકારે બ્રહ્મચારિણીનું સમજવું. (૧૪) શ્રમણ અને તપસ્વી સાધકે સ્ત્રીઓનાં રૂ૫, લાવણ્ય, વિલાસ, હાસ્ય, મંજુલ વચન, અંગોપાંગનો મરોડ, કટાક્ષ વગેરે જઈને પિતાના ચિત્તને વિષે તેનું સ્થાપન કરવું નહિ કે ઇરાદાપૂર્વક તે બધું જેવાને વ્યવસાય કરે નહિ. (૧૫) ઉત્તમ પ્રકારના બ્રહ્મચર્યવ્રતમાં રક્ત રહેલા અને ધ્યાનના અનુરાગી સાધકને માટે સ્ત્રીઓનાં દર્શન, તેની વાંછા, તેનું ચિંતન કે તેનાં ગુણકીર્તન કરવાં નહિ તેમાં જ તેનું હિત રહેલ છે. (૧૬) મન, વચન અને કાયા એ ત્રણેને સંયમ રાખનાર સમર્થ યોગીશ્વર કે જેને ડગાવવા દિવ્ય કાંતિવાળી દેવાંગનાઓ પણ સમર્થ થઈ શકતી નથી તેવા મુનિઓને પણ સ્ત્રી વગેરેથી રહિત એકાંતવાસ, એકાંત હિતકારી છે એમ જાણીને મુમુક્ષુએ એકાંતવાસ સેવવો. (૧૭) મોક્ષની આકાંક્ષાવાળા, સંસારના ભીરુ અને ધર્મમાં સ્થિર થયેલા સમર્થ પુરુષને પણ અજ્ઞાની પુરુષોનું મનહરણ કરનાર સ્ત્રીઓને ત્યાગ જેટલો કઠણ છે તેવું આખા લેકને વિરમનારને કાંઈ પણ કઠણ નથી. (૧૮) જેમ મોટા સાગરને તર્યા પછી ગંગા જેવી મોટી નદી પણ તરવામાં સુલભ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306