________________
પ્રમાદ સ્થાન
૨૨e (૯૮) એ પ્રમાણે અમને ભાવમાં ઠેષ પામેલે તે જીવ દુઃખના સમૂહની પરંપરા
ઉત્પન્ન કરે છે અને દેષ ભરેલા ચિત્તથી જે કર્મો એકઠાં કરે છે તે કર્મો
પરિણામે તેને દુઃખકર નીવડે છે. (૯) પરંતુ જે મનુષ્ય ભાવમાં વિરક્ત રહી શકે છે તે શોકથી રહિત થાય છે
અને કમળપત્ર જેમ જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા
છતાં તે જીવે ઉપરના દુઃખ સમૂહથી લેપતે નથી. (૧૦૦) એ પ્રમાણે ઈદ્રિય અને મનના વિષયે આસક્તિવાળા જીવને એકાંત
દુઃખના નિમિત્તરૂપ બને છે. તે જ વિષયો વીતરાગી પુરુષને કદાપિ થોડું
પણ દુખ આપી શક્તા નથી. (૧૦૧) કામભોગના પદાર્થો પોતે તે સમતા કે વિકાર કશું ઉપજાવતા નથી, પણ
રાગ અને દ્વેષથી ભરેલો જીવાત્મા જ તેમાં આસક્ત બની મોહથી તે વિષયોમાં
વિકારને પામે છે. (૧૦૦) (મેહનીય કર્મથી જે ચૌદ ભાવો ઉત્પન્ન થાય છે તે કહે છે.) (૧) ક્રોધ,
(૨) માન, (૩) માયા, (૪) લેભ, (૫) જુગુપ્સા, (૬) અરતિ (હિ ), (૭) રતિ, () હાસ્ય, (૯) ભય, (૧૦) શેક, (૧૧) પુરુષવેદને ઉદય (૧૨) સ્ત્રી વેદને ઉદય (૧૩) નપુંસક વેદને ઉદય અને (૧૪) ભિન્નભિન્ન
પ્રકારના ખેદ વગેરે ભા. (તેવા આસક્ત જીવોને ઉત્પન્ન થાય છે). (૧૦૩) એ પ્રમાણે કામભોગમાં આસક્ત રહેલે જીવ એવા અનેક પ્રકારના દુર્ગતિ
દાયક દોષો એકઠા કરી લજિત બને અને સર્વ સ્થાનમાં અપ્રીતિકર એ કરુણતાથી દીન બને તે જીવાત્મા બીજા ઘણું વિશેષ દોષોને પણ
પ્રાપ્ત કરે છે. (૧૦૪) આવી રીતે ઈદ્રિયના વિષયરૂપ ચારેને વશ થયેલે ભિક્ષ પણ પિતાની
સેવા કરાવવા માટે સાથીદાર (શિષ્યાદિ)ને ઈછે પણ ભિસુના આચારને પાળવા ઈચ્છતો નથી. અને સંયમી થવા છતાં તપના પ્રભાવને ન ઓળખતાં પશ્ચાત્તાપ (અરે આ શા માટે મેં ત્યાગ કર્યો ? એમ) કરે છે. એ પ્રકારે
અસંખ્ય વિકારે (દેષો)ને ઉત્પન્ન કરે છે. (૧૦૫) ત્યારબાદ આવા વિકારોથી મેહરૂપી મહાસંસારમાં ડૂબવાને માટે ભિન્ન
ભિન્ન પ્રકારનાં તેવાં નિમિત્ત મળે છે. અને અકાય કરે છે તેથી ઉત્પન્ન થતું દુઃખ નિવારવા માટે સુખની ઈચ્છા રાખનાર તે આસક્ત જીવાત્મા હિંસાદિ કાર્યમાં પણ ઉદ્યમી થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org