________________
ઉત્તરાયયન સુત્ર
નોંધ : ભિક્ષુ પિતે તેવી કોઈપણ જાતની હિંસક યિા કરે નહિ તેમ કરાવે કે મનથી અનુમેબ પણ આપે નહિ. (૧૩) ખરીદવા અને વેચવાની ક્રિયાથી વિરમેલો અને ઢેફ તથા સુવર્ણ જેને . સમાન છે તેવો ભિક્ષુ સુવર્ણ તથા ચાંદીને મનથી પણ ઈચ્છે નહિ.
નેધ : જેમ ઢેફાને નિમૂલ્ય જાણી કઈ અડતું નથી તેમ ભિક્ષુ સુવર્ણને જેવા છતાં અડકે નહિ. કારણ કે ત્યાગ કર્યા પછી સુવર્ણની કિંમત તેને મન ટેકા સમાન સ્વાભાવિક થઈ જાય છે. (૧૪) ખરીદનાર ગ્રાહક કહેવાય છે અને વેચનાર વાણિયો (વેપારી) કહેવાય છે.
માટે જે યવિકામાં ભિક્ષુ પડે છે તે સાધુ કહેવાતું નથી. (૧૫) ભિક્ષા માગવાના વ્રતવાળા ભિક્ષુએ યાચીને જ લેવું. ખરીદીને લેવું નહિ..
કારણ કે ખરીદવાની અને વેચવાની ક્રિયામાં તેની પાછળ દોષ સમાયેલો છે. માટે ભિક્ષાવૃત્તિ એ જ સુખકારી છે.
નોંધ : કંચન અને કામિની એ બે વસ્તુ સંસારનું બંધન છે, તેની પાછળ અનેકાનેક દોષ સમાયેલા છે. તેને ત્યાગ્યા પછી ત્યાગીને પરિગ્રહ તે શું ? પણ. તેનું ચિંતન સુધ્ધાં ન કરવું ઘટે. માટે જ ત્યાગીને માટે ભિક્ષાચરી એ જ ધમ્ય બતાવ્યું છે. (૧૬) સત્રમાં કહેલા નિયમો પ્રમાણે આનંદિત ઘરમાં સામુદાયિક ગોચરી કરતાં
આહારની પ્રાપ્તિ થાઓ કે ન થાઓ પણ મુનિએ સંતુષ્ટ રહેવું જોઈએ.
નોંધ : જે કુળ દુગુણોથી નિંદાયેલાં હોય કે અભય પદાર્થો ખાતાં હેય તેવાં સ્થળ છેડીને ભિક્ષુએ ભિન્ન ભિન્ન કુળમાં નિર્દોષ ભિક્ષાવૃત્તિ કરવી. (૧૭) અનાસક્ત અને સ્વાદેન્દ્રિય ઉપર કાબૂ રાખનાર સાધુ રસને લોલુપી ન
બને. કદાચ ન મળે તો તેની વાંછા પણ ન કરે. મહામુનિ ભજનને રસ.
માટે નહિ પણ સંયમયાત્રાના નિર્વાહ માટે ભોજનને ભોગવે. (૧૮) ચંદનાદિનું અર્ચન, બેઠકોની રચના, ઋદ્ધિ, સત્કાર, સન્માન, પૂજન કે
પરાણે કરાવેલું વંદન, ભિક્ષુ મનથી પણ ન ઈચ્છે. (૧૯) રણુપયત સાધુ અપરિગ્રહપણે શરીરના મમત્વને તજીને નિયાણું રહિત
થઈને શુકલધ્યાનને ચિંતવે અને અપ્રતિબંધપણે વિચરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org