________________
૨૩૨
ઉત્તરાયચન સત્ર વર્ણવ્યા છે. આવા ચિંતનથી જીવન પર થતી કર્મની અસરથી ઘણે અંશે છૂટી જવાનું બની શકે છે.
ભગવાન બોલ્યા : (૧) જેનાથી બંધાયેલો આ છવ સંસારમાં પરિભ્રમણ કરે છે તે આઠ કર્મોને
હું ક્રમપૂર્વક કહું છું. (૨) ૫. જ્ઞાનાવરણીય, ૨. દશનાવરણીય, ૩. વેદનીય, ૪. મેહનીય, તેમજ
૫. આયુષ્ય કમ– (૩) અને ૬. નામકર્મ ૭. ગોત્રકમ તથા ૮. અંતરાય કમ એ પ્રમાણે આ
આઠ કર્મો સંક્ષેપથી કહ્યાં છે. (૪) ૧. મતિજ્ઞાનાવરણીય, ૨. શ્રુતજ્ઞાનાવરણીય, ૩. અવધિજ્ઞાનાવરણીય, ૪. • મન:પર્યાય જ્ઞાનાવરણીય અને ૫. કેવળ જ્ઞાનાવરણીય, એમ જ્ઞાનાવરણીયના
પાંચ પ્રકાર છે. (૫) ૧. નિદ્રા, ૨. નિદ્રા નિદ્રા, (ગાઢ નિદ્રા), ૩. પ્રચલા (છતાં બેસતાં ઊંધવું
તે), ૪. પ્રચલા પ્રચલા (ચાલતાં નિદ્રા લેવી તે) અને ૫. ચિદ્ધિ નિદ્રા (જે નિદ્રામાં પુષ્કળ બળ પ્રગટે છે જાગ્રત અવસ્થામાં ચિંતવેલું કે બીજુ
કાંઈપણ અસાધારણ કામ કરી સૂઈ જવાને આમાં દષ્ટાંત મળે છે.) (૬) ૬. ચક્ષુ દર્શનાવરણીય; ૭. અચક્ષુદર્શનાવરણીય, ૮. અવધિ દર્શનાવરણીય
અને ૯. કેવળ દર્શનાવરણીય. એ પ્રમાણે નવ પ્રકારનું દર્શનાવરણીય
કમ જાણવું. (૭) (૧) સાતા વેદનીય (જે ભોગવતાં સુખ ઉત્પન્ન થાય) અને (૨) અસાતા
વેદનીય, એ પ્રમાણે વેદનીય કર્મના મૂળ બે પ્રકાર છે અને તે બન્નેના પૃથક પૃથફ ઘણું ભેદો છે.
નેધ : કર્મપ્રકૃતિને વિસ્તાર ખૂબ જ વિશાળ છે. વધારે સમજવા માટે કર્મપ્રકૃતિ, કર્મગ્રંથ ઇત્યાદિ ગ્રંથોમાં જોઈ લેવું. (૮) દર્શનાવરણીય અને ચારિત્રાવરણીય એમ મોહનીયકર્મ પણ બે પ્રકારનું છે
અને દર્શનાવરણીયના ત્રણ અને ચારિત્રાવરણીયના બે ભેદો છે. (૯) સમ્યફ, મેહનીય, મિથ્યાત્વમોહનીય અને સમ્યફ મિથ્યાત્વ મેહનીય (મિશ્ર
મેહનીય). આ ત્રણે દર્શનમોહનીયની પ્રકૃતિઓ છે. (૧૦) ચારિત્ર મોહનીય કમ બે પ્રકારનું કહ્યું છે. (૧) કષાય મેહનીય અને
(૨) નોકષાય મેહનીય. '' ' .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org