Book Title: Agam 43 Mool 04 Uttaradhyayan Sutra
Author(s): Saubhagyachandra
Publisher: Mahavir Sahitya Prakashan Mandir Ahmedabad

View full book text
Previous | Next

Page 256
________________ પ્રમાદરસ્થાન રર૩ આવી રીતે જીવ પિતાના જ દુર્દમ્ય દોષથી દુઃખી થાય છે તેમાં શબ્દને જરા પણ દોષ નથી. (૩૯) સુંદર શબ્દમાં એકાંત રક્ત રહેશે તે અમને શબ્દરૂપ દૃષિ રાખે છે અને આખરે તે અજ્ઞાની દુઃખથી ખૂબ પીડાય છે. આવા દેષથી વિરાગી મુનિ લેપાતો નથી. (૪૦) અત્યંત સ્વાથી, મલિન અને અજ્ઞાની છવ શબ્દની આસક્તિને અનુસરીને અનેક પ્રકારના ચરાચર જીવોની હિંસા કરે છે, ભિન્નભિન્ન ઉપાયોથી પરિતાપ અને પીડા ઉપજાવે છે. (૪૧) મધુર શબ્દની આસક્તિથી મૂછિત થયેલ છવ મનોજ્ઞ શબ્દને મેળવવામાં, તેનું રક્ષણ કરવામાં, તેના વિયોગમાં કે તેના નાશમાં તે જીવને સુખ ક્યાં મળે છે ? તેને ભોગવતી વખતે પણ તે તૃપ્ત થતું નથી (૪૨) જ્યારે તે શબ્દ ભોગવવામાં અસંતુષ્ટ જીવને મૂછીને લીધે તે ઉપર આસક્તિ વધી જાય છે ત્યારે આસક્ત રહેલે તે જીવ કદી સંતોષ પામતું નથી અને અસંતોષના દોષથી લેભાકૃષ્ટ થઈ બીજાનું નહિ દીધેલું પણ ચોરી લે છે. (બીજાના ભોગેમાં ભાગ પડાવે છે.) (૪૩) તૃષ્ણાથી પરાભવ પામેલ છવ છતાં અદતનું ગ્રહણ કરે છે, શબ્દને ભોગ વવા તથા મેળવવામાં હમેશાં અસંતુષ્ટ રહે છે અને લેભના દોષથી કપટ અને અસત્યાદિ દોષો વધે છે, અને તેથી તે છવ દુઃખથી મુકાતો નથી. (૪૪) જૂઠું બેલવા પહેલાં, બેલવા પછી કે હું બેલતી વખતે પણ તે અસત્ય વદનાર દુ:ખી જીવાત્મા એ પ્રકારે અદત્ત વસ્તુઓને ગ્રહણ કરતે અને શબ્દમાં અતૃપ્ત રહે તે અતિ દુઃખી અને અસહાયી બને છે. (૪૫) એવા શબ્દમાં અનુરક્ત રહેલા જીવને થોડું પણ સુખ ક્યાંથી મળે ? શબ્દના ઉપભોગમાં પણ અત્યંત કલેશ અને દુઃખ પામે છે, તે મેળવવા માટે તો દુઃખની વાત જ શી ? (૪૬) એ જ પ્રકારે અમનોજ્ઞ શબ્દમાં વેષ કરનારો તે જીવ દુઃખોની પરંપરાઓને ઉત્પન્ન કરે છે, અને દુષ્ટ ચિત્તથી ને કર્મોને એકઠાં કરે છે, અને તે કર્મો પરિણામે દુઃખકર નીવડે છે. (૪૭) પરંતુ શબ્દમાં વિરક્ત મનુષ્ય તે શોકથી રહિત હોય છે, જેમ (જળમાં ઊગેલું) કમળપત્ર જળથી લેપાતું નથી તેમ આ સંસારની વચ્ચે રહેવા છતાં તે જીવ ઉપરના દુખસમૂહની પરંપરાથી લેપાતો નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306