________________
ઉત્તરાધ્યયન સૂત્ર
નેધ : અભિમાન ઓગળ્યા વિના સાચી સેવા-સુશ્રુષા થતી નથી. (૩૩) આચાર્યાદિની દસ સ્થાનમાં શક્તિ અનુસાર સેવા બજાવવી તે વૈયાવૃત્ય તપ.
કહેવાય છે.
નેધ : આચાર્યાદિમાં આ દશનો સમાવેશ થાય છે. ૧. આચાર્ય, ૨. ઉપાધ્યાય, ૩. સ્થવિર, ૪. તપસ્વી, ૫. રોગીષ્ટ, ૬. સહાધ્યાયી, ૭. સ્વધમી, ૮. કુળ, ૯. ગણ અને ૧૦. સંધ. (૩૪) વાચન લેવી, પ્રશ્ન પૂછવા, વારંવાર શાસ્ત્ર ફેરવવું, સૂત્રાદિનો અર્થ તથા
રહસ્ય ચિંતવવું અને ધમકથા કરવી એ પાંચ પ્રકારનાં સ્વાધ્યાય તપ
કહેવાય છે. (૩૫) સમાધિવંત સાધક આત અને રૌદ્ર એ બને ધ્યાનને છોડીને ધર્મધ્યાન તથા.
શુકલ ધ્યાનને ચિંતવે છે તેને મહાપુરુષોએ ધ્યાન કહ્યું છે. (૩૬) સૂતી વખતે, બેસતી વખતે કે ઊભા રહેતી વખતે જે ભિક્ષ કાયાનો સર્વ
વ્યાપાર છેડી દે (હલાવે ચલાવે નહિ) તેને છઠું કાયોત્સર્ગ તપ કહ્યું છે. (૩૭) એ પ્રમાણે બે પ્રકારનાં તપ જે મુનિ યથાર્થ સમજીને આચરે છે તે પંડિત
સાધક સવ સંસારના બંધનથી જલદી છૂટી જાય છે.
નેધ : આ એક અનુભવીએ અનુભવેલી ઉત્તમ રસાયણ છે. આત્મદર્દીને નિવારવાનું આ જ એક અજોડ ઔષધ છે. દુ:ખી અને દર્દીઓએ આ જ ઉપાય. જીવનમાં અજમાવવા અને જીવનને સમુદ્ધાર કરી લેવો તે બીજા બધાં સાધનો કરતાં ઉત્તમ છે.
વિદ્યામાં અહંકારનો સંભવ છે. ક્રિયામાં અજ્ઞાનતા, અકકડતા કે જડતાનો સંભવ છે. તપશ્ચર્યામાં જ્ઞાન અને ક્રિયા બનેનો સમાવેશ છે. તેથી અહંકાર, અજ્ઞાન, અક્કડતા અને જડતા બધાં વિલય થઈ આત્મસંતોષ, આત્મશાંતિ ને આત્મતેજ પ્રગટે છે. અને તેવા જીવાત્માઓ પોતે પ્રકાશી લેકને પ્રકાશ અપી પિતાનાં આયુષ્ય, શરીર, ઈકિયાદિ સાધનને છોડી સાધ્યસિદ્ધ થાય છે.
એમ કહું છું : એ પ્રમાણે તમાગ સંબંધી ત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org