________________
-તપમાગ
૨૧૧ ૪. રસ પરિત્યાગ, ૫. કાય કલેશ અને ૬. સંલીનતા. એમ છ પ્રકારનું બાહ્ય
તપ હોય છે. (૯) એક કાળ મર્યાદિત (એટલે કે એક ઉપવાસ કે અધિક દિનપર્યત અને
બીજુ મરણ પર્યત એમ અણુસણુ બે પ્રકારના હોય છે. તેમાં પહેલું - (ભજનની) આકાંક્ષા સહિત અને બીજુ કાંક્ષા રહિત હોય છે.
નેધ : પહેલામાં મર્યાદા હોવાથી ભોજનની અપેક્ષા રહે છે. બીજામાં રહેતી નથી. (૧૦) જે કાળ મર્યાદિત તપ છે તે પણ સંક્ષેપથી છ પ્રકારનું છે. ૧. શ્રેણિ તપ,
૨. પ્રતર તપ, ૩. ઘન તપ, ૪. વગ તપ. (૧૧) ૫. વગ તપ અને ૬. પ્રકીર્ણ તપ. આ પ્રમાણે ભિન્નભિન્ન અને મનવાંછિત
ફળ આપનારું, કાળમર્યાદિત અણસણ જાણવું.
નેધ : શ્રેણિતપ વગેરે તપશ્ચર્યાઓ જુદી જુદી રીતે ઉપવાસ કરવાથી થાય છે. તે તપનું વિસ્તૃત વર્ણન અન્ય સૂત્રોમાં જોઈ લેવું. (૧૨) જે મરણપયતનું અણુસણ હોય છે તે પણ કાયચેષ્ટાને ઉદ્દેશી બે પ્રકારનું
કહ્યું છે. ૧. સવિચાર (કાયાની ક્રિયા સહિત) અને ૨. અવિચાર નિષ્ક્રિય. (૧૩) અથવા સપરિકર્મ (બીજાની સેવા લેવી તે) અને અપરિકમ એમ બે પ્રકારે
કહ્યું છે તેના પણ બે ભેદ છે. ૧. નિહારી અને ૨. અનિહારી. એ બને પ્રકારના મરણમાં આહારનો ત્યાગ તો હોય છે જ.
નેધ : નિહારી એટલે જે મુનિનું ગામમાં મરણ થતાં મૃત કલેવરને બહાર લઈ જવું તે અને ગુફામાં મરણ થાય તે અનિહારી કહેવાય છે. (૧૪) ઉણોદરી તપ પણ દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી અને પર્યાયથી સંક્ષેપમાં
પાંચ પ્રકારનું કહ્યું છે. (૧૫) જેટલે જેને આહાર હોય તે પૈકી અલ્પમાં અલ્પ એક કવલ પણ ઓછો
લે એ દ્રવ્યથી ઉણોદરી તપ કહેવાય છે. (૧૬) ૧. ગામ, ૨. નગર, ૩. રાજધાની, ૪. નિગમ, ૫. આકર (ખાણવાળા
પ્રદેશ), ૬. પલ્લી (અટવીની વચ્ચેનો પ્રદેશ), ૭. ખેટ (જ્યાં ધૂળને કોટ હોય તે પ્રદેશ), ૮. કરબટ (નાના નાના ગામોવાળા પ્રદેશ), ૯. દ્રોણમુખ. (જળ અને સ્થળવાળે પ્રદેશ), ૧૦. પાટણ (સર્વ દિશાથી માણસ આવી શકે તેવું સ્થળ), ૧૧. મંડપ (ચારે દિશામાં અઢી અઢી ગાઉ સુધી ગામ હોય તે), ૧૨. સંવાહન (પર્વતના મધ્યમાં ગામ હોય તે).
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org