________________
૨૧૦
ઉત્તરદયયન સૂત્ર
વૃત્તિસંક્ષેપ (જીવનની જરૂરિયાત ઘટાડતા જવું). આ છએ તપશ્ચર્યાએ એકલાં અમૃત છે. તેને જે જે દ્રષ્ટિએ જેટલા પ્રમાણમાં ઉપગ થાય તેટલું પાપ ઘટે અને પાપ ઘટે એટલે ધાર્મિક ભાવ અવશ્ય વધ્યે જાય. પરંતુ તેનો ઉપયોગ પિતાની યોગ્યતા પ્રમાણે કરતા રહેવું જોઈએ.
આંતરિક તપશ્ચર્યાએામાં પ્રાયશ્ચિત, વિનય, સેવા, સ્વાધ્યાય, દયાન અને કાર્યોત્સર્ગ (દેહાધ્યાસને ત્યાગ) એ છ વસ્તુઓને સમાવેશ થાય છે. આ છએ સાધને આમન્નતિનાં ભિન્નભિન્ન પગથિયાં છે. આત્મનતિના ઈચ્છુક સાધકે તેમાંથી ઘણું પ્રાપ્ત કરી શકે તેમ છે.
ભગવાન બોલ્યા : (૧) રાગ અને દ્વેષથી એકઠું થયેલું પાપકર્મ ભિક્ષુ જે તપ વડે ખપાવે છે તેને
(તે તપને) એકાગ્ર ચિત્તથી સાંભળો. (૨) પ્રાણવધ, મૃષાવાદ (અસત્ય) અદત, મૈથુન (અબ્રહ્મચર્ય) અને પરિગ્રહ
એ પાંચ મહાવ્રતોથી તથા રાત્રિભોજનથી વિરક્ત થયેલે જીવાત્મા અનાસ્ત્રવ (નવાં પાપ રેકનાર–આસવ રહિત) થાય છે. (૩) વળી પાંચ સમિતિ તથા ત્રણ ગુપ્તિથી સહિત, કષાયથી રહિત, જિતેન્દ્રિય,
નિરાભિમાની અને શલ્ય રહિત જીવ અનાઢવી થાય છે. (૪) ઉપર કહેલા ગુણોથી વિપરીત એવા દોષો દ્વારા રાગ અને દ્વેષથી એક
કરેલું કર્મ જે પ્રકારે નષ્ટ થાય છે તે (ઉપાય)ને એકાગ્ર મનથી સાંભળો. (૫) જેમ મોટા તળાવનો જળ આવવાને માગ રૂંધીને તેમ જ અંદરનું પ્રથમનું
પાણી ઉલેચીને તથા સૂર્યનાં તાપે કરીને ક્રમપૂર્વક તે (જળ)નું શોષણ થાય
છે તેમ – (૬) સંયમી પુરુષનું નવું થતું પાપકર્મ (પણ વ્રત દ્વારા) રૂંધવાથી આવતું
નથી અને પૂર્વે કરોડે ભવથી સંચિત કરેલું જે પાપકર્મ હોય છે તે પણ
તપ વડે જીણું થઈ જાય છે. (૭) તે તપ બાહ્ય અને આંતરિક એમ બે પ્રકારનું છે. અને તે બાહ્ય તથા
આંતરિક તપના પણ પૃથક પૃથફ છ છ ભેદો છે. (૮) (બાહ્ય તપના ભેદ કહે છે) ૧. અણુસણ, ૨. ઉણોદરી, ૩. ભિક્ષાચરી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org