________________
૨૦૮
ઉત્તરાયયન સુત્ર આયુષ્યકાળ પૂર્ણ થવાના સમયે શુકલ ધ્યાનને ત્રીજે ભેદ કે જેને સૂક્ષ્મકિયાપ્રતિપાતી કહે છે તેને ચિંતવીને સૌથી પ્રથમ મગ, વચનગ અને કાગ એમ ક્રમપૂર્વક રૂંધન કરી આખરે શ્વાસોચ્છવાસને રૂંધી તે છવામાં સાવ નિષ્કપ બને છે. આ સ્થિતિને શૈલેશી અવસ્થા કહેવાય છે. ત્યાં મ, , ૩, અને ૪ એવા પાંચ હસ્વ અક્ષરના ઉચ્ચારણ કાળ જેટલો સમય રહી આખરે શકલ ધ્યાનના ચોથા ભેદને સ્પશી બાકી રહેલાં ચારે કર્મોને ક્ષય કરી પૂર્ણ આત્મસ્વરૂપી શુદ્ધ, બુદ્ધ અને મુક્ત થાય છે.
શુદ્ધ ચેતનની સ્વાભાવિક ઊધ્વગતિ હોવાને લીધે તે ઊંચે અને ઊંચે જ્યાં સુધી તેનું ગતિસહાયક તત્વ–ધર્માસ્તિકાય હોય છે, ત્યાં સુધી ઊંચે જઈ આખરે સ્થિર થાય છે. જે સ્થાને આમ સ્થિરતા થાય છે તે સ્થાન લોકના અગ્રભાગ પર આવેલું છે અને તેને સિદ્ધગતિ તરીકે કહે છે. અંતિમ શરીર છોડતી વખતે તેનું પરિણામ (ઊંચાઈ, પહોળાઈ) હોય તેમાં ૧/૩ ભાગ (મુખ, કાન, પેટ વગેરે ખાલી સ્થળે) પોલે હોય છે. એટલે ભાગ નીકળી જઈ ૨/૩ ભાગમાં તે જીવાત્માના તેટલા પ્રદેશ તે સિદ્ધસ્થાનમાં વ્યાપ્ત થાય છે. તે તેની અવગાહના કહેવાય છે. ભિન્ન ભિન્ન સિદ્ધાત્માઓના પ્રદેશે પરસ્પર અવ્યાઘાત રહી પરસ્પરનું પૃથકત્વ બતાવતા રહે છે. એવા પરમ પુરુષ વીતરાગ, તમેહ અને વતષ હોવાથી તેમનું સંસારમાં પુનરાગમન થઈ શકતું નથી.
એમ કહું છું : આમ સમ્યકત્વ પરાક્રમ સંબંધી ઓગણત્રીસમું અધ્યયન સમાપ્ત થયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org