________________
સશ્યકત્વ પરાકમ
૨૦૭ પામીને પિતાની મૂળ શરીરની અવગાહનાના 3 જેટલા આકાશ પ્રદેશ થાય
તેથી યુક્ત થઈ સવ કર્મોને અંત કરે છે. (૭૪) આ પ્રમાણે ખરેખર સમ્યકત્વ પરાક્રમ નામના અધ્યયનને અર્થ શ્રમણ
ભગવાન મહાવીરે કહ્યો છે, બતાવ્યો છે, દેખાડ્યો છે અને ઉપદેશ્યો છે.
નેધ : સમક્તિ સ્થિતિ એ ચોથા ગુણસ્થાનકની સ્થિતિ છે. જીવાત્મા કર્મ, માયા કે પ્રકૃતિને આધીન રહે છે ત્યારે પ્રથમથી માંડીને સાવ મુક્ત થતાં સુધીમાં તે ઘણું ઘણું ભૂમિકામાંથી પસાર થતા રહે છે. સંસારના ગાઢબંધનથી માંડીને -સાવ મુક્ત થતા સુધી કે અશુદ્ધ (આઠ રૂચક પ્રદેશ જ માત્ર શુદ્ધ રહે છે નહિ તે જડ જેવો બને છે) ચૈતન્યથી માંડીને સાવ શુદ્ધ ચૈતન્ય થાય ત્યાં સુધીની ભૂમિકાઓને જેના દર્શન સંક્ષિપ્તથી ચૌદ પ્રકારમાં વિભક્ત કરે છે. તેને જ ગુણ સ્થાનક તરીકે ઓળખવામાં આવે છે.
આ ભૂમિકાઓ સ્થાન વિશેષ નહિ પણ આત્માની સ્થિતિ વિશેષ છે. પહેલું સ્થાનક મિથ્યાદષ્ટિનું છે, તે દૃષ્ટિ એક ઉચ્ચ મનુષ્યથી માંડીને અવિકસિત સૂક્ષ્મ જી સુધી રહેલી હોય છે. પરંતુ તેમાં તરતતા (ઓછાવત્તા)ના અસંખ્ય ભેદો છે, બીજી અને ત્રીજી ભૂમિકા પણ અસ્થિર છે, તેથી એથીથી જ મોક્ષમાર્ગ શરૂ થાય છે એમ સમજવું. અન્ય દર્શનમાં આ સ્થિતિને આમસાક્ષાત્કાર તરીકે વર્ણવી છે. આ ભૂમિકામાં સંસાર પરિભ્રમણ કરાવવાના નિમિત્તરૂપ તીવ્ર કષાયે મંદ પડી જાય છે. એ આત્મ પરિણામો જેટલાં વિશુદ્ધ, કૃત્રિમ શુદ્ધ કે મિશ્ર હોય તે પ્રમાણમાં તે ક્ષાયિક, ઉપશમ અને ક્ષયોપશમ સ્થિતિ તરીકે કહેવાય છે. આઠમે ગુણસ્થાનક પહોંચ્યા પછી આ ત્રણ પૈકી માત્ર બે શ્રેણિઓ રહે છે જેને ઉપશમ અને ક્ષપક શ્રેણિ કહેવાય છે. ઉપશમ (ર્મોને ઉપશમાવનાર) શ્રેણિવાળા જીવનું આગળ વધ્યા પછી પણ પતન જ થાય છે. કારણ કે તે વિશુદ્ધિ સાચી નહિ પણ કૃત્રિમ હોય છે. જેમ રાખથી ઢંકાયેલે અગ્નિ ન દેખાવા છતાં વાયુના સપાટાથી સ્પષ્ટ દેખાઈ રહે છે, તે જ પ્રકારે ઉપશમ શ્રેણિવાળા જીવાત્મા અગિયાર ગુણસ્થાન જેવી ઉચ્ચ ભૂમિકા પર પહોંચ્યા છતાં સૂક્ષ્મ લોભને ઉદય થતાં પતિત થાય છે.
ક્ષપક (કર્મોનો ક્ષય કરનાર) શ્રેણિવાળા જીવાત્મા દસમી ભૂમિકા પરથી અગિયારમીએ ન જતાં સીધો બારમી ભૂમિકા પર પહોંચે છે. આ સ્થિતિમાં તેના કષાયો ક્ષીણ થયા હોય છે અને તેથી તે તેરમા ગુણસ્થાનકે જઈ કેવળી થાય છે. આ વખતે આઠ કર્મો પૈકી ચાર કર્મોનાં (નિસવ જેવાં) આવરણ રહે છે એ કેવળી
જ્યાં સુધી દેહ હોય છે ત્યાં સુધી દેહની હાજતોને લઈને કામ કરતા રહે છે પરંતુ તે કમ આસક્તિ રહિત હોઈને બંધન કર્તા ન હોઈ તુરત જ ખરી પડે છે. આ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org