________________
સમ્યક્ત્વ પરાકમ
૨૦ (૬૨) હે પૂજ્ય ! શ્રોત્રેન્દ્રિયના નિગ્રહથી છવ શું પામે છે ?
શ્રોત્રેન્દ્રિના નિગ્રહથી સુંદર કે અસુંદર શબ્દમાં રાગદ્વેષ રહિતપણે વતે છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતા નથી અને પૂર્વે
જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૩) હે પૂજ્ય ! આંખના સંયમથી છવ શું પામે છે ?
આંખના સંયમથી સુંદર કે અસુંદર રૂપમાં (દશ્યમાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતો નથી અને .
પૂવે જે કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૪) હે પૂજ્ય! ધ્રાણેન્દ્રિયના નિગ્રહથી છવ શું મેળવે છે ?
નાકના સંયમથી સુવાસિત કે દુગધિત પદાર્થોમાં રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મોને બાંધતો નથી. અને જે
કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૫) હે પૂજ્ય ! દિવેન્દ્રિયના નિગ્રહથી છવ શું મેળવે છે ?
જીભના સંયમથી સુંદર કે અસુંદર રસોમાં (રસવાળાં કે મસાલાવાળામાં) રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદષથી ઉત્પન્ન થયેલાં કર્મો
બાંધતું નથી અને પૂર્વે જે કર્મો બાંધેલા છે તેને ક્ષય કરે છે. (૬૬) હે પૂજ્ય ! સ્પશેન્દ્રિયના સંયમથી છવ શું પામે છે ?
સ્પર્શેન્દ્રિયના સંયમથી સુંદર કે અસુંદર સ્પર્શમાં રાગદ્વેષ રહિત થાય છે અને તેથી રાગદ્વેષથી ઉત્પન્ન થયેલાં કર્મો બાંધતા નથી અને પૂર્વે જે
કર્મો બાંધેલાં છે તેને ક્ષય કરે છે. (૬૭) હે પૂજ્ય! ધના વિજયથી જીવ શું પામે છે ?
ક્રોધવિયથી છવ ક્ષમાના ગુણને પ્રગટાવે છે. કિધથી ઉત્પન્ન થતાં કર્મોને બાંધતું નથી અને પહેલાં બાંધ્યાં હોય તેને ખપાવે છે. (૬૮) હે પૂજ્ય! માનના વિજયથી જીવ શું પામે છે ?
માનના વિયથી મૃદુતાના અપૂર્વ ગુણને પ્રગટાવે છે અને માનજન્ય કમને બાંધતો નથી અને પૂર્વે જે બંધાયું છે તેને ખપાવે છે. (૬૯) હે પૂજ્ય! માયાના વિજયથી જીવ શું પામે છે ?
માયાના વિજયથી સરળભાવપણું પામે છે અને માયાથી વેદવાં. પડતાં કર્મો બાંધતો નથી અને પૂર્વે બંધાયાં હોય તો તેને દૂર કરે છે. (૭૦) હે પૂજ્ય! લેભના વિજ્યથી છવ શું પામે છે?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org