________________
ઉત્તરાયયન સૂત્ર
કાયાસંયમથી સંવર (પાપનું રોકવું) અને તેમાંથી કાયલબ્ધિ ઉત્પન્ન થાય છે અને સંવરથી તે જીવ પાપ પ્રવાહનો નિરોધ કરી શકે છે. (૫૬) હે પૂજ્ય ! મનને સત્ય માર્ગમાં (સમાધિમાં) સ્થાપવાથી જીવ શું પામે છે ?
મનને સત્ય માર્ગમાં સ્થાપવાથી એકાગ્રતા ઉત્પન્ન થાય છે અને એકાગ્રતા ઉત્પન્ન કરીને જીવ જ્ઞાનના પર્યાય (અનેક શક્તિઓ) ઉત્પન્ન કરે છે. અને જ્ઞાનના પર્યાયોને ઉત્પન્ન કરીને સમ્યક્ત્વની શુદ્ધિ કરે છે અને મિથ્યાત્વને
(૫૭) હે પૂજ્ય ! વચનને સત્યભાગમાં સ્થાપવાથી જીવ શું પામે છે ?
વચનને સત્યમાર્ગમાં સ્થાપવાથી સમ્યક્ત્વના પર્યાય નિર્મળ કરે છે. અને સુલભ બધિત્વ પામે છે. તેમજ દુર્લભ બોધિત્વથી નિવૃત્ત થાય છે. (૫૮) હે પૂજ્ય ! ક યાને સંયમમાં સ્થાપવાથી જીવ શું પામે છે ?
- કાયાને સત્યભાવે સંયમમાં સ્થાપવાથી ચારિત્રના પર્યાય નિર્મળ થાય છે અને ચારિત્રના પર્યાયને નિર્મળ કરીને અનુક્રમે યથાખ્યાત ચારિત્રની સાધના કરે છે. યથાખ્યાત ચારિત્રની વિશુદ્ધિ કરીને ચાર કર્મા શોને ખપાવે છે. અને ત્યારબાદ તે જીવ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાંત થઈ સર્વ દુઃખોનો
અંત કરે છે. (૫૯) હે પૂજય! જ્ઞાનસંપન્નતાથી છવ શું પામે છે?
જ્ઞાન સંપન્ન છવ સર્વ પદાર્થોના યથાર્થ ભાવને જાણી શકે છે અને તે ચતુર્ગતિરૂપ સંસાર અટવીમાં દુઃખી થતો નથી. જેમ દોરાવાળી સેય ખોવાતી નથી તેમ જ્ઞાની જીવ સંસારમાં ભૂલો પડતો નથી અને જ્ઞાન, ચારિત્ર, તપ અને વિનયના યોગોને પ્રાપ્ત કરે છે તેમ જ પિતાના દર્શન અને પરના
દર્શનને બરાબર જાણીને અસત્યમાર્ગમાં ફસાતો નથી. (૬૦) હે પૂજ્ય! દર્શન સંપન્નતાથી જીવ શું પામે છે?
સમકિતી છવ સંસારના મૂળરૂપ અજ્ઞાનનું છેદન કરે છે તેના જ્ઞાનને પ્રકાશ ઓલવાતો નથી અને તે પ્રકાશમાં શ્રેષ્ઠ જ્ઞાન તથા દર્શનથી પિતાના
આત્માને સંયોજીને સુંદર ભાવનાપૂર્વક વિચારે છે. (૬૧) હે પૂજ્ય ! ચારિત્ર સંપન્નતાથી જીવ શું પામે છે ?
ચારિત્ર સંપન્નતાથી શૈલેશી (મેરુ જેવા નિશળ) ભાવને ઉત્પન્ન કરે છે અને તેવા નિશ્ચળ ભાવને પામેલો અણગાર બાકી રહેલાં ચાર કર્મોને ખપાવે છે અને ત્યારબાદ સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને શાન્ત થઈ સર્વ દુઃખેને અંત કરે છે.
R.
Jain Education International
.
For Private & Personal Use Only
www.jainelibrary.org