________________
સમાચારી
હોય તે તે મટાડી ગમન કરી શકાય તે માટે), ૪. સંયમ પાળવાને માટે, ૫. જીવન નિભાવવા માટે અને ૬. ધર્મધ્યાન અને ચિંતન માટે. આ
પ્રમાણે છે કારણોથી નિગ્રંથ આહાર પાણી ભગવે. (૩૪) દૌર્યવાન સાધુ કે સાધ્વી નીચેનાં છ કારણે આહાર ન કરે તો તે અસંયમી
ન ગણાય. (એટલે કે સંયમના સાધક ગણાય.) (૩૫) ૧. રોગી સ્થિતિમાં, ૨. ઉપસર્ગ (પશુ, મનુષ્ય કે દેવનું કષ્ટ આવે તે
સહન કરવામાં, ૩. બ્રહ્મચર્ય પાળવાને માટે, ૪. નાના જીવોની ઉત્પત્તિ જાણીને તેની દયા પાળવાને માટે, ૫. તપ કરવાને અર્થે અને ૬. શરીરને અંતકાળ જાણુને અંતિમ સંથારા માટે. (આ છે કારણોથી આહાર ન કરે તે સંયમપાલન થયું ગણુય).
ધ: સંયમી જીવન પાળવા માટે જ આહારને ઉપયોગ કરે અને સંયમી જીવન હણતું હોય તે તેની રક્ષા માટે આહાર ન કરે તેમ જણાવી સંયમી જીવનની જ મુખ્યતા બતાવી છે. સંયમી જીવન માટે ખાવું, ખાવા માટે સંયમી જીવન નહીં. (૩૬) આહાર પાણી લેવા જતી વખતે ભિએ સર્વ પાત્રો અને ઉપકરણ બરાબર
પૂછ લઈ ભિક્ષાથે જવું. ભિક્ષા માટે વધુમાં વધુ અર્ધા જન સુધી જવું. (૩૭) આહાર કર્યા પછી ચોથી પિરસીમાં ભાજનોને અળગાં બાંધી સર્વભાવ
પદાર્થ)ને પ્રકાશ કરનાર (એ) સ્વાધ્યાય કરે. (૩૮) ચોથી પિરસીના ચોથા ભાગે સ્વાધ્યાય કાળથી નિવૃત્ત થઈ ગુરુને વંદન
કરીને વસ્ત્ર, પાત્ર ઇત્યાદિની ભિક્ષુ પડિલેહણું કરે.
ધ : ચોથી પિરસીને ચોથો ભાગ એટલે સૂર્યાસ્ત થવા પહેલાં બે ઘડી. (૩૯) મળ, મૂત્ર, ત્યાગ કરવાની ભૂમિકા જઈ આવી પાછાં આવ્યા બાદ
ઈરિયા વહિયા ક્રિયા કરીને સર્વ દુઃખથી મુકાવનાર એ ક્રમપૂર્વક કાન્સગ કરે.
નોંધ: જેન દર્શનમાં ભિક્ષ માટે અવશ્ય સવાર અને સાંજ એમ બે વાર પ્રતિક્રમણ કરવાનાં હોય છે. તે પ્રતિક્રમણમાં થયેલા દોષેની આલોચના અને ભવિષ્યમાં ન થાય તેવો સંકલ્પ કરવાનું હોય છે. (૪૦) તે કાયોત્સગમાં દિવસ સંબંધીનાં જ્ઞાન, દર્શન કે ચારિત્રમાં થયેલા દોષોને
ક્રમપૂર્વક ભિક્ષુએ ચિંતવવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org