________________
ઉત્તરાયચન સૂસ (પ્રતિલેખન કરતાં વારંવાર ઝાટકવું), (૫) વિક્ષિપ્તા (પ્રતિલેખન કર્યા વિના.
આઘાપાછા સરકાવી દેવા.), (૬) વેદિકા (ઘૂંટણ કે હાથમાં રાખતા જવું) (૨૭) (તે સિવાય બીજી સાત અપ્રશસ્ત પ્રતિલેખનાઓ કહે છે :) (૧) પ્રશિથિલ
(વસ્ત્રને મજબૂત ન પકડવું), (૨) પ્રલંબ (વસ્ત્ર લાંબું રાખી પડિલેહણું કરવી) (૩) લેલ (ધરતી સાથે વસ્ત્રને રગદોળવું), (૪) એકામષ (એકી. વખતે આખું વસ્ત્ર એક દષ્ટિમાં જોઈ લેવું) (૫) અનેક રૂપ ધૂન (પ્રતિલેખન કરતાં શરીર તથા વસ્ત્રને હલાવવું), (૬) પ્રમાદપૂર્વક પ્રતિલેખન કરવું, (૭) પ્રતિલેખન કરતાં શંકા ઊપજે તો આંગળીઓથી ગણતાં ઉપયોગ
ચૂકી જવો તે, આમ તેર પ્રકારની અપ્રશસ્ત પ્રતિલેખના કહી છે. (૨૮) વધારે, એછી કે વિપરીત પ્રતિલેખના ન કરવી તે જ પદ (પ્રકાર) પ્રશસ્ત
છે અને બીજા બધા પ્રકારે અપ્રશસ્ત સમજવા.
નેધ : પ્રતિલેખનના આઠ ભેદો છે તે પૈકી ઉપર કહેલ પહેલે જ ભેદ, આચરવો. બાકીના છોડી દેવા. (૨૯) પ્રતિલેખના કરતાં કરતાં જે (૧) પરસ્પર વાર્તાલાપ કરે (૨) કોઈ દેશની
કથા કરે, (૩) કોઈને પ્રત્યાખ્યાન આપે, (૪) કોઈને વાચના આપે કે
(૫) પ્રશ્ન પૂછે તે – (૩૦) પ્રતિલેખનામાં પ્રમાદ કરીને તે ભિક્ષુ પૃથ્વી; પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ
કે હાલતા ચાલતા જીવોને વિરોધક બને છે. (૩૧) અને જે પ્રતિલેખનમાં બરાબર ઉપયોગ રાખે છે તે ભિક્ષ પૃથ્વી, પાણી,
અગ્નિ, વાયુ વનસ્પતિ કે હાલતા ચાલતા જીવોને રક્ષક બની શકે છે.
નોંધ: જેકે વસ્ત્રાપાત્રાદિના પ્રતિલેખનમાં પ્રમાદ કરવાથી માત્ર હાલતા ચાલતા જીવોને કે વાયુકાયના જીવોને ઘાત સંભવે છે પરંતુ પ્રમાદ એ વસ્તુ જ એવી છે કે તે જીવનમાં વ્યાપક થઈ ભિક્ષુકના ઉદેશને ભુલાવી છકાયની રક્ષામાં હાનિ ઉત્પન્ન કરે છે. (૩ર) ત્રીજી પિરસીમાં નીચેનાં છ પૈકી કોઈ પણ એક કારણ ઉત્પન્ન થાય ત્યારે
આહારપાણીની ગવેષણ કરવી.
નેધ: બીજે પ્રહરે ભિક્ષાચરી માટે જવાનું વિધાન, કાળ અને ક્ષેત્ર જોઈને કહેવાયેલું છે. તેને આશય સમજી વિવેકપૂર્વક શોધન કરવું. (૩૩) ૧. સુધાવેદનાની શાંતિ માટે, ૨. સેવા માટે (શત શરીર હોય તો સેવા કરી.
શકે તે સારૂ), ૩. ઇર્યાર્થીને માટે (ખાધા વિના આંખે અંધારાં આવતાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org