________________
સમ્યક્ત્વ પરાકમ
વિષય વિરક્તિથી નવાં પાપ કર્મો થતાં અને પૂર્વે બંધાયેલાં હોય છે તે ટળે છે. ને ત્યારબાદ તે જીવ ચાર ગતિરૂપ સંસાર અટવીને ઓળંગી જાય છે. (૩૩) હે પૂજ્ય ! સંભોગના પ્રત્યાખ્યાનથી જીવ શું પામે છે?
સંગના પ્રત્યાખ્યાનથી પરાવલંબનને ક્ષય કરે છે અને તે સ્વાવલંબી જીવાત્માના યોગ ઉત્તમ અથવાળા થાય છે. તે પિતાના જ લાભથી સંતોષ પામે છે. બીજાના લાભની આશા કરતો નથી. તેમ કલ્પના, સ્પૃહા, પ્રાર્થના કે અભિલાષા પણ કરતા નથી. તે આવી રીતે અસ્પૃહી–અનભિલાષી બની ઉત્તમ પ્રકારની સુખશમ્યા (શાંતિ) પામીને વિચરે છે.
નેધ : સંયમીઓનાં પારસ્પરિક વતનને સંભોગ કહેવાય છે. આવા સંગથી વિરમવું અર્થાત સૌથી નિલેપ રહેવું. (૩૪) હે પૂજ્ય ! ઉપધિ (સંયમીનાં ઉપકરણો)ના પચ્ચક્ખાણથી છવ શું પામે છે ?
ઉપધિના પ્રત્યાખ્યાનથી તે પદાર્થના લેવા, મૂકવા કે સાચવવાની ચિંતાથી મુક્ત થાય છે અને ઉપાધિ રહિત છવ નિસ્પૃહી (સ્વાધ્યાય, ધ્યાન
અને ચિંતનમાં નિશ્ચિત રહેનાર) થઈ ઉપાધિ ન મળે તે કલેશ પામતો નથી. (૩૫) હે પૂજ્ય ! સર્વથા આહારના ત્યાગથી જીવ શું પામે છે ?
આહાર ત્યાગ કરવાની યોગ્યતાવાળે જીવ, આહાર ત્યાગથી જીવનની લાલસાથી મુક્ત બને છે અને જીવનનો મેહ છેદાવાથી તે જીવાત્મા આહાર -
વિના પણ ખેદ પામતો નથી. (૩૬) હે પૂજ્ય ! કષાયના ત્યાગથી છવ શું પામે છે ?
કષાયના ત્યાગથી વીતરાગભાવ ઉત્પન્ન થાય છે. અને વીતરાગભાવને પામેલા જીવને દુઃખ અને સુખ સમાન બને છે. (૩૭) હે પૂજ્ય ! યોગ (વ્યાપાર)ના ત્યાગથી છવ શું પામે છે ?
યોગના ત્યાગથી છવ અયોગી (મન, વચન અને કાયાના વ્યાપાર રહિત) થાય છે. અને તે અયોગી છવ ખરેખર કર્મ બાંધતા નથી. અને પૂર્વે બાંધેલું હોય તેને સર્વથા દૂર કરે છે.
નોંધ: યોગ એટલે મન, વચન અને કાયાને વ્યાપાર. (૩૮) હે પૂજ્ય ! શરીરના ત્યાગથી છવ શું પામે છે?
શરીરના ત્યાગથી સિદ્ધિના અતિશય (ઉચ્ચ) ગુણભાવને પામે છે. અને સિદ્ધિના અતિશય ગુણથી સંપન્ન થઈ તે જીવાત્મા લેકના અગ્રભાગમાં જઈ પરમ સુખ પામે છે. અર્થાત સિદ્ધ (સર્વ કર્મથી મુક્ત) થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org