________________
સફત્વ પરાકામ
જીવોમાં મિત્રભાવ ઉત્પન્ન કરી શકે છે. અને તે વિશ્વમૈત્રી પામી પિતાના ભાવની વિશુદ્ધિ કરી આખરે નિર્ભય બને છે.
નેધ : અન્યના દોષો અને ભૂલે ગળી જવાથી ચિત્ત પ્રસન્ન રહે છે અને એ સતત ચિત્ત પ્રસન્નતાથી વિશુદ્ધ પ્રેમ વિશ્વ પર પ્રગટે છે. તે કેઈને ભય આપતું નથી તેથી જ નિર્ભય બને છે. (૧૮) હે પૂજ્ય ! સ્વાધ્યાયથી છવ શું પ્રાપ્ત કરે છે ?
સ્વાધ્યાયથી જ્ઞાનાવરણીય કર્મને ખપાવે છે. (૧૯) હે પૂજ્ય ! વાચનથી છવ શું પ્રાપ્ત કરી શકે છે ?
વાચનથી કર્મની નિર્જરા થાય છે અને સૂત્રપ્રેમ થવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. અને તેવા સૂત્રપ્રેમથી તીર્થંકરનાં ધર્મનું અવલંબન મળે છે અને તે સત્યધર્મના અવલંબન વડે કર્મની મહા નિર્જરા કરી નિષ્કમી બને છે.
નેધઃ વાચનમાં સ્વવાચન અને અધ્યયન એ બન્નેને સમાવેશ થાય છે. (૨૦) હે પૂજય! શાસ્ત્રચર્ચાથી છવ શું મેળવે છે ?
શાસ્ત્રચર્ચાથી મહાપુરુષનાં સૂત્રો અને તેનું રહસ્ય તે બન્નેને શોધી શકે છે. અને તેથી કાંક્ષામોહનીયકમ (મતિવિપર્યાસ)ને છેદી નાખે છે. (૨૧) હે પૂજ્ય ! સૂત્રપરિવર્તનથી જીવ શું મેળવે છે?
વારંવાર અભ્યાસને ફેરવવાથી વિસરેલા અક્ષરોને સંભારે છે અને તે જીવાત્મા અક્ષરલબ્ધિ પામે છે. (૨૨) હે પૂજ્ય ! અનુપ્રેક્ષાક્ષી છવ શું પામે છે ?
આયુષ્ય કમને છેડી બાકીના સાત કર્મોના ગાઢ બંધનથી બંધાયેલી પ્રકૃતિઓને શિથિલ બંધનવાળી બનાવે છે. તે કમપ્રકતિ લાંબાકાળની સ્થિતિવાળી હોય તે ટૂંકાકાળની સ્થિતિવાળી બનાવે છે. તીવ્ર રસવાળી હોય તે તે મંદ રસવાળી બનાવે છે. બહુ પ્રદેશવાળી હોય તો અલ્પપ્રદેશવાળી બનાવે છે. કદાચ આયુષ્યકર્મ બંધાય અગર ન પણ બંધાય (જો પહેલાં આયુષ્ય ન બંધાયું હોય તે બંધાય). અસાતવેદનીય કર્મ ન બંધાય અને તે જીવાત્મા અનાદિ, અનંત અને દીર્ઘકાલિક એવા આ
સંસાર અરણ્યને જલદી ઓળંગી જાય છે. (૨૩) હે પૂજ્ય ! ધમકથાથી જીવ શું પામે છે?
. ધર્મકથાથી નિર્જરા થાય છે અને જિનેશ્વરોનાં પ્રવચનોની પ્રભાવના થાય છે. એવા પ્રવચનોના પ્રભાવથી ભવિષ્યકાળમાં તે જીવ શુભકર્મ બાંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org