________________
સમ્યકત્વ પરાકમ
૧૯૭ વિનયથી પ્રાપ્ત થતાં સર્વ પ્રશસ્ત કાર્યોને તે સાધે છે અને સાથે સાથે
બીજા ને પણ તે ભાગે દોરે છે. (૫) હે પૂજ્ય! આલોચનાથી જીવાત્મા શું પામે છે ?
આલોચનાથી માયા (કપટ), નિદાન અને મિથ્યાદર્શન (અસદ્દષ્ટિ) આ ત્રણ શલ્યો કે જે મોક્ષમાર્ગના વિઘાતરૂપ અને સંસારનાં બંધન કરનાર છે તેને દૂર કરે છે. અને તેથી અપ્રાય સરળતાને પ્રાપ્ત થાય છે, સરળ જીવ કપટ રહિત બને છે તેથી સ્ત્રીવેદ કે નપુંસક વેદને બાંધતો નથી અને પૂર્વે બાંધેલ હોય તો તેને નાશ કરે છે.
નેંધ : સ્ત્રીવેદ એટલે સ્ત્રી જાતિને યોગ્ય પ્રકૃતિ અને શરીરનું પામવું. (૬) હે પૂજ્ય ! આત્મનિંદાથી છવ શું પામે છે ?
આત્મદોષોની નિંદાથી પશ્ચાત્તાપની ભઠ્ઠીને જગાવે છે અને પશ્ચાત્તાપની ભઠ્ઠીમાં દેને બાળી વૈરાગ્ય પામે છે. અને એ વિરક્ત પુરુષ અપૂર્વ કરણની શ્રેણિ (ક્ષપક શ્રેણિ) પ્રાપ્ત કરે છે. અને તે પ્રાપ્ત કરનાર તે ત્યાગીજન મોહનીય કર્મને ખપાવે છે.
નોંધઃ કર્મનું સવિસ્તર વર્ણન તેત્રીસમા અધ્યયનમાં જુઓ (૭) હે પૂજ્ય ! ગહ (અન્ય સમીપે આત્મનિંદા કરવા)થી છવ શું મેળવે છે ?
ગીંથી આભનમ્રતા (લઘુતારૂપ બુટ્ટીને) મેળવે છે અને તે છવ અપ્રશસ્ત કર્મબંધનના હેતુથી યોગોને નિવૃત્ત કરી પ્રશસ્ત યોગો પામે છે. અને પ્રશસ્ત યોગો પામીને તે અણગાર અનંત (આત્મધાતક કર્મોના પર્યાયોને
નષ્ટ કરી નાખે છે. (૮) હે પૂજ્ય ? સામાયિકથી જીવાત્મા શુ પામે છે ?
સામાયિક કરવાથી (આત્મસંતોષ) વિરામ મળે છે. (૯) હે પૂજ્ય ! ચોવીસ તીર્થકરોની સ્તુતિથી જીવ શું પામે છે ?
વીસ તીર્થકરોની સ્તુતિથી આત્મદર્શનની વિશુદ્ધિ થતી જાય છે.
ધ: મનુષ્ય જેવું ધ્યાન ધરે છે તેવું જ તેનું આંતરિક વાતાવરણ બની જાય છે અને આખરે તે જ થઈ જાય છે. (૧૦) હે પૂજ્ય ! વંદનથી જીવ શું મેળવે છે ?
વંદનથી નીચ ગાત્રોનું કર્મ બાંધ્યું હોય તે ખપાવી ઊંચ ગોત્રોનું કર્મ બાંધે છે. (નીચ વાતાવરણમાં ન જન્મતાં ઉચ્ચ વાતાવરણમાં જન્મે છે.) અને સૌભાગ્ય પ્રાપ્ત કરે છે. તથા આજ્ઞાનું સફળ સામર્થ્ય પામે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org